તૌકતે વાવાઝોડું ઝડપથી વધી રહ્યું છે ગુજરાત તરફ, વાવાઝોડાની તાકાતમા થયો વધારો

આ વર્ષનું પહેલું વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાનું છે.તૌકતે વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આજે સવારે લક્ષદ્વીપ વિસ્તારમાં ડિપ્રેશન બની ગયું છે અને આગામી 12 કલાકમાં ડિપ ડિપ્રેશન બનશે અને આવતીકાલે સાયકલોન માં તબદીલ થશે.

ગુજરાતના દરિયાઇ વિસ્તાર ખાતે 18 તારીખે સવારે વાવાઝોડું પહોંચશે. વાવાઝોડા વચ્ચે દરિયાકાંઠાના તમામ માછીમારોને પરત ફરવાની સૂચના આપી દેવાઇ છે.

તેમજ 16 તારીખથી દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. અને વાવાઝોડા ના અસર રૂપે દક્ષિણ અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

જામનગરમાં હજી પણ 185 જેટલા માછીમારો બોટ દરિયામાં છે. અત્યાર સુધી 37 જેટલી બોટો દરિયાકાંઠે આવી ગઈ છે. જામનગરમાં કુલ 222 જેટલી માછીમારી બોટ છે.

જેમાંથી 185 જેટલી માછીમારી બોટ દરિયાકાંઠે આવવાની બાકી છે. જામનગરમાં તૌકતે સાયકલોનની સંભવિત અસરો ને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. દરેક તાલુકામાં ક્લાસ-1 અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરાઇ છે.

રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ બનાવાયો છે.જેમાં આશ્રયસ્થાન, નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર, વીજ પુરવઠો, દવાઓ, બચાવ અને રાહત કામગીરી સહિતના મુદ્દે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*