સીબીએસઈ એ શું ધોરણ 12 ના બોર્ડની પરીક્ષા રદ કરી ? જાણો બોર્ડે શું કહ્યુ.

દેશભરમાં હાલમાં જ મારી ચાલી રહી છે અને આવનારા સમયમાં જ સ્થિતિ કેટલી ખરાબ થશે કે શું કરશે તેને લઇને કોઇ પ્રકારનું અવલોકન કરવું અઘરું છે. સીબીએસસી બોર્ડ ની ધોરણ 12 માં ની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે કે આખરે બોર્ડની પરીક્ષા થશે કે નહીં.

કારણકે આજે કેટલાક અહેવાલ સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષની CBSE ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા રદ કરવામાં આવી છે. જોકે આ મામલે હવે ખુદ સીબીએસઇ એ ટ્વિટ કરીને ખુલાસો કર્યો છે.

CBSE એ ટ્વીટ કરીને કહ્યું છે કે, કેટલાક માધ્યમોમાં ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા રદ્દ કરવાના ને અહેવાલો આવ્યા છે જેના જવાબમાં કહેવા માંગીએ છીએ કે બોર્ડે હાલમાં આવો કોઈ નિર્ણય કર્યો નથી.

અને આ મામલો જો કોઈપણ નિર્ણય કરવામાં આવશે તો તેની સતાવાર જાહેરાત કરવામાં આવશે. હાલમાં તો ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાને લઇને કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.

એટલે કે માધ્યમોમાં ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાના જે અહેવાલો ચાલી રહ્યા છે તેમાં કોઈ તથ્ય નથી. નોંધનીય છે કે, આ પહેલા સીબીએસસી બોર્ડ ધોરણ 10 ની પરીક્ષા રદ કરી અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા ટાળી દીધી હતી.

અને વાયરસની સ્થિતિમાં સુધારો આવ્યા બાદ નવી તારીખ જાહેર કરવાની વાત કહી હતી. જોકે હાલની સ્થિતિ જોતા જુલાઈ મહિનામાં પહેલા પરીક્ષા યોજવી શકય નથી લાગી રહી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*