હોસ્પિટલે કહ્યું, દિકરાનું મૃતદેહ જોતું હોય તો 50 હજાર રૂપિયા આપવા પડશે, પૈસા ભેગા કરવા માતા-પિતા કરી રહ્યા છે એવું કાર્ય કે – વિડીયો જોઈને તમે પણ રડી પડશો…

Published on: 2:51 pm, Thu, 9 June 22

મિત્રો તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે તે જોઇને તમને પણ એવું લાગતું હશે કે હવે માનવંતા પૂરી થઈ ગઈ છે. આ ઘટના સાંભળીને તમને માનવંતા પરથી વિશ્વાસ ઉઠી જશે. ત્યારે હાલમાં બિહારમાં બદલે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ રડી પડશો. માનવંતાને લજવે એવી ઘટના બિહારના સમસ્તીપુર માંથી સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રૂંવાટા ઉભા થઇ જશે.

અહીં મંગળવારના રોજ એક હોસ્પિટલમાં એક મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ આપવા માટે હોસ્પિટલે ગરીબ માતા-પિતા પાસેથી 50 હજાર રૂપિયાની માંગ કરી હતી. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ગરીબ હોવાના કારણે પરિવાર પાસે એટલી મોટી રકમ ન હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા દિકરાના માતા-પિતાએ પૈસા ભેગા કરવા માટે એવું કાર્ય કર્યું કે જે સાંભળીને તમે પણ રડી પડશો.

માતા-પિતા પૈસાની વ્યવસ્થા કરવા માટે પોતાના ગામમાં પરત આવ્યા હતા. ત્યારબાદ પૈસા ભેગા કરવા માટે ગામમાં ઘરે-ઘરે જઈને ભીખ માંગી હતી. માતા-પિતા અલગ-અલગ ઘરે જઈને પોતાની મજબૂરી અંગે તે લોકોને કહેતા હતા અને તેમની પાસેથી મદદ માંગતા હતા.

આ દરમિયાન કોઇ વ્યક્તિએ આ લાચાર માતા પિતાનો વિડીયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. 25મી મેના રોજ 25 વર્ષીય સંજીવ ઠાકોર નામનો યુવક ગુમ થયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોએ તેની શોધખોળ માટે ખૂબ જ પૂછપરછ કરી હતી. 7 જૂનના રોજ પરિવારને માહિતી મળી કે, એક યુવકનું મૃતદેહ પોલીસે જપ્ત કર્યું છે.

ત્યારબાદ યુવકના પરિવારના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાંથી તેમને માહિતી મળી કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. ત્યારબાદ માતા પિતા હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં તો સૌપ્રથમ માતા પિતાને તેના દિકરાનો મૃતદેહ બતાવવાની ના પાડી હતી.

ત્યારબાદ માતા-પિતાએ પોતાના દીકરાનું મૃતદેહમાં કર્મચારીઓએ માતા-પિતા પાસે 50000 રૂપિયા માંગ્યા હતા.  પૈસા ન આપવા પર મૃતદેહને આપવાથી ઇનકાર કર્યો હતો. ત્યારબાદ માતા-પિતા પૈસા ભેગા કરવા માટે ભીખ માગી રહ્યા હતા. માતા-પિતાનો વિડીયો એક વ્યક્તિએ ઉતારીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં જ હોસ્પિટલના કર્મચારીઓએ ઉતાવળમાં મૃતદેહને પોલીસને સોંપી દીધો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પરિવારજનોને સોંપ્યો હતો. માતા પિતાની આર્થિક પરિસ્થિતી એટલી નબળી હતી કે તેઓ દીકરાના અંતિમ સંસ્કાર કરવા પણ સક્ષમ ન હતા. ત્યારબાદ કેટલાક લોકોએ તેમની મદદ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હોસ્પિટલે કહ્યું, દિકરાનું મૃતદેહ જોતું હોય તો 50 હજાર રૂપિયા આપવા પડશે, પૈસા ભેગા કરવા માતા-પિતા કરી રહ્યા છે એવું કાર્ય કે – વિડીયો જોઈને તમે પણ રડી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*