જાનમાં ગીત સાંભળીને ઘોડો બેકાબુ બની ગયો…ત્યારબાદ ઘોડાએ જાનૈયાઓની કરી નાખી એવી હાલત કે – વીડિયો જોઈને ચોકી ઉઠશો…

Published on: 6:01 pm, Tue, 26 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો જાનનો વિડીયો જોઈને તમે ચોકી ઉઠશો. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં જાન વખતે ઘોડો બેકાબુ બની જતો હોય છે અને તેના કારણે ત્યાં હાજર જાનૈયાઓને ભાગવાની નોબત આવતી હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. જેમાં હમીરપુરમાં એક જાન દરમિયાન ઘોડો બે કાબુ થઈ જાય છે અને ડીજેના તાલ પર નાચતા જાનૈયાઓને કચડી નાખે છે. આ ઘટના બનતા જાનૈયાઓ આવો આમતેમ ભાગવા લાગ્યા હતા.

ઘોડાએ લગભગ અડધો ડઝન લોકોને કચડી નાખ્યા હોય છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક જાનમાં ડીજે પર જોર જોરથી “તેરે ઇશ્ક મે નાચૂંગી” ગીત વાગી રહ્યું છે. જાનૈયાઓ ડીજેના તાલ પર એક અલગ અંદાજમાં જ ડાન્સ કરી રહ્યા છે. કેટલાક લોકો પૈસા ઉડાવી રહ્યા છે. આ દરમિયાન જાનમાં સામેલ ઘોડો અચાનક ગાંડો થાય છે.

જેના કારણે જાનમાં હાજર છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ટ્વીટરમાં Vinay Saxena નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટમાં શેર કર્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો એવું કહી રહ્યા છે કે ગીત સાંભળીને ઘોડાને પણ નાચવાનું મન થયું તેથી તે નાચવા લાગ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો