સોમનાથ માં ભગવાન શિવજી ના દર્શન કરી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું : અરવિંદ કેજરીવાલ

Published on: 5:54 pm, Tue, 26 July 22

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 25 જુલાઈના રોજ 7:00 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર તેમની બે દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી અને ઇન્દ્રલીન રાજ્યગુરુ સહીત પાર્ટીના ઘણા નેતાઓ અને  કાર્યકર્તાઓ અરવિંદ કેજરીવાલજીનું સ્વાગત કરવા માટે ઊભા રહ્યા હતા.

26 જુલાઈ સવારે અરવિંદ કેજરીવાલ વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે નીકળ્યા હતા. સોમનાથ મંદિરે ભગવાન ભોળાનાથ ના દર્શન કર્યા અને ભારતના લોકોની સુખ સમૃદ્ધિ અને ભારતના સુશાસનની સ્થાપના માટે મંદિરમાં પૂજા કરી અને ભગવાન શિવના આશીર્વાદ લીધા. આ પછી અરવિંદ કેજરીવાલ મંદિરના પૂજારે મહંતો સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ લીધા.

ભગવાન ભોળાનાથ ના દર્શન કર્યા બાદ મીડિયાને સંબોધતા અરવિંદ કેજરીવાલ એ કહ્યું કે સોમનાથ મંદિરમાં ભગવાન શિવના દર્શન કરવાની મને તક મળી તે માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આજે અમે બધાએ ભગવાન શિવજીની પૂજા અર્ચના કરીને ગુજરાત અને દેશના તમામ નાગરિકોને સારું સ્વાસ્થ્ય મળે અને સલામતી મળે અને દેશનો ઝડપી વિકાસ થાય અને દેશમાં સુખ-શાંતિ બની રહે તે માટેની પ્રાર્થના કરી.

અરવિંદ કેજરીવાલ ની સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ ઉપપ્રમુખ જગમાલભાઇ વાળા અને પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ પણ ભગવાન ભોળાનાથ ની પૂજા ના આશીર્વાદ લીધા હતા અને અરવિંદ કેજરીવાલએ દર્શન કર્યા બાદ રાજકોટ જવા રવાના થયા હતા અને રાજકોટમાં ટ્રેડર્સ સાથે ટાઉન હોલનું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સોમનાથ માં ભગવાન શિવજી ના દર્શન કરી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું : અરવિંદ કેજરીવાલ"

Leave a comment

Your email address will not be published.


*