ગુજરાત સરકાર આ વિષય પર લેશે મહત્વનો નિર્ણય, દરેક લોકોની નજર સરકારના આ નિર્ણય પર

Published on: 9:26 am, Wed, 30 September 20

રાજ્ય સરકારની કેબિનેટની આજે બેઠક મળવાની છે,રાજ્યની પ્રાઇવેટ સ્કૂલમાં ફી ઘટાડા ઉપરાંત વિવાદાસ્પદ કૃષિ બિલ અને કોરોના અંગે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી શકે છે. ગુજરાત રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા માટે એક્શન પ્લાન ઘડવા માટે પણ આ બેઠક માં પણ ચર્ચા થઇ શકે છે. આ પહેલા વાલીઓ સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની મીટીંગ થઇ ચૂકી છે. વાલીઓ અને સંચાલક મંડળ બંનેની માંગણી કેબિનેટ સમક્ષ મુકી આજે નિર્ણય જાહેર થઈ શકે છે.

વાલીમંડળ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સ્વર્ણિમ સંકુલ માં પ્રવેશ દ્વાર પર વાલીમંડળના બંને જૂથો આમને-સામને આવી ગયા હતા. શાળાની ફી માફી નો મુદ્દો બાજુ પર રહી ને વાલી મંડળ આમને સામને આવ્યા હતા.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરવા ગયેલા નરેશ શાહ પર શાળા સંચાલકો અને સરકાર સાથે સેટીંગ કરી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

વાલીઓએ નરેશ શાહ વિરુદ્ધ પોતાની રજૂઆત મીડિયા સમક્ષ કરી હતી.ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મળવા અગાઉથી 10 લોકોનું લિસ્ટ તૈયાર થયું હતું. પરંતુ તેમાંથી પાંચ લોકોને જ મંજૂરી આપવામાં આવી હતી અને બીજા કેટલાક લોકોએ નરેશ શાહ નો વિરોધ કર્યો હતો.

નરેશ શાહ પોતાની સામે થયેલા વિરોધ મામલે કહ્યું કે, મે PIL કરી તો છ મહિના પછી કોર્ટ દ્વારા ફી માફી જે પણ મળશે એમાં લાખો વાલીઓ અને બાળકો ને ફાયદો થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!