ગુજરાત રાજ્યમાંથી જ અનેક મહાન કથાકારો છે જે ભગવાન શ્રીરામ ભગવાન શિવની કથાનું રસપાન કરાવે છે. ત્યારે આજે આપણે ગુજરાતના ગીરીબાપુ ના જીવન વિશે જાણવાના છીએ તેમનો જન્મ ક્યાં થયો છે તેઓ કથાકાર કેવી રીતે બન્યા અને હાલમાં તેમને સંતાનમાં કોણ છે
તેમાં પરિવાર શું કરે છે.શિવ કથાકાર ગીરીબાપુ નો જન્મ અમરોલી ગામમાં એક સાધુ ના ઘરે થયો હતો અને તેઓ બાળપણથી જ ભગવાન શિવ સાથે અતૂટ ભક્તિ ધરાવે છે અને પેલા ગીરીબાપુ બોલતા ત્યારે તેમની જીભ અચકાતી હતી પરંતુ આજે ભગવાનની શક્તિ અને ભક્તિનો પ્રતાપ જુઓ
અને તેમના પરિવાર વિશે વાત કરવામાં આવે તો તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે અને આજે ગીરીબાપુ પ્રખ્યાત શિવકથાકાર છે.પોતાના મુખે શિવ મહાપુરાણનું કથન શ્રોતાઓને સમજી શકાય તેવી સરળ ભાષામાં કરે છે
અને આજ સુધીમાં તેઓએ 400 કરતાં પણ વધારે કથાઓનું કથન કર્યું છે અને પૂજ્ય ગીરીબાપુ એ શિવ મહાપુરાણનું કથન ભારતના વિવિધ રાજ્યમાં અને અમેરિકા કેનેડા લંડન જેવા દેશોમાં કર્યું છે.બાપુની શિવ મહાપુરાણ કથા મહાદેવના અનેક દિવ્ય પ્રસંગોનું
લોકો સમક્ષ રસપાન કરાવે છે અને સામાજિક અને રોજિંદા જીવનમાં તેની ઉપયોગીતા અને ઉત્તમ જીવન જીવવાની શીખ રૂપે શ્રોતાઓને આનંદિત કરે છે. પૂજ્ય ગીરીબાપુ અત્યંત પ્રેમાળ અને દયાળુ સ્વભાવ ધરાવે છે જે કથા ની સાથે સાથે અનેક સામાજિક સેવા પ્રવૃતિમાં જોડાયેલા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment