દાદા સાથે ફરવા નીકળેલા પૌત્રને બેકાબૂ ટ્રકે લીધો અડફેટેમાં, પૌત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ…

111

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે અને એક વ્યક્તિની બેદરકારી ના કારણે ઘણા નિર્દોષો લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે તેવી જ એક ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદની છે.

મળતી માહિતી મુજબ રવિવાર ના રોજ સવારે સ્કૂટર પર દાદા અને તેમનો પૌત્ર ફરવા નીકળ્યા હતા ત્યારે અચાનક જ એક ટ્રકે પાછળથી આવીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દાદા સાથે ફરવા નીકળેલો પૌત્ર ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.

પૌત્ર ની ઉંમર માત્ર 13 વર્ષની હતી. અકસ્માત દરમિયાન દાદા ને બીજા પહોંચી હતી. સમગ્ર અકસ્માતમાં ટ્રક ચાલક ટ્રક મૂકીને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો.

સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ દાદાનું નામ જીતેન્દ્ર રાઠોડ અને તેમના પુત્રનું નામ નૈતિક રાઠોડ હતું.

આ સમગ્ર ઘટનામાં ટ્રકે સ્કુટી ને ટક્કર માર્યા બાદ સ્કુટી પર બેઠેલો નૈતિક કૂદીને રોડ પર પડ્યું હતું અને ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું ત્યારે સમગ્ર અકસ્માતમાં જીતેન્દ્ર રાઠોડને ઇજા પહોંચી હતી.

ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પોલીસે રતી ભરેલા ટ્રક અને પોતાના કબજામાં લીધો હતો અને ટ્રક પર લખેલા નંબરના આધારે ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!