ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, રાજ્યમાં આ તારીખ પછી વરસાદની ધમાકેદાર એન્ટ્રી…

131

ગુજરાતમાં અને જગ્યાએ સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે અનેક જગ્યાએ વરસાદ પાછો ખેંચાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે. હાલમાં ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો હજુ પણ વરસાદની ઘટ જોવા મળી છે અને વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

જો વરસાદની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં રાજ્યમાં 51.63 ટકા વરસાદ પડવો જોઇએ પરંતુ હાલમાં રાજ્યમાં સિઝનનો કુલ 36.17 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પાછો ખેંચાતા ખરફી પાકને નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ ની શક્યતા ઓ નહીવત છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 15 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદ અનેક વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી લેશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સમયમાં ખેડૂત માટે વરસાદ સારો રહેશે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!