સરકારે પોતાની બેદરકારી છૂપાવવા રત્ન કલાકારોને માથે ધોળ્યો ટોપલો

સુરત શહેરમાં કોરોનાવાયરસ ના કારણે વકરેલી સ્થિતિના મુદ્દે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી હાઇકોર્ટે ટકોર કરી છે કે, સલામતીના ભાગરૂપે લોકોને સોશિયલ ડિસ્ટન્સ નું ફરજિયાત પણે પાલન કરવું જોઈએ. હાઇકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો . જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે,સુરતમાં હીરાઘસુઓ એ સલામતી ના સુચનો ની અવગણના કરીને કામ કર્યું તેના લીધે કોરોના વર્કયો છે.

હાલમાં રાજ્ય સરકારે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એસ. અો.પી બહાર પાડી છે. સુરતમાં કોરોના પર કાબૂ મેળવવા પૂરતા પગલા લેવાઈ રહ્યા છે. જો સુવિધામાં કોઈ ખામી રહી ગઈ હશે તો તેને સુધારવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવશે.રાજ્ય સરકારની હાઈપાવર કમિટીએ સુરતની બે વાર મુલાકાત લીધી છે.આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી તેમના જન્મદિવસ પર પણ સુરતમાં સીટી નો ત્યાગ મેળવવા આવ્યા હતા . બીજી તરફ અરજદારોની રજૂઆત હતી કે સુરતની તમામ હોસ્પિટલમાં કોરોના થી પીડાતા લોકોને ઈન્જેકશન આપવા માટે જે પ્રક્રિયા અપનાવેલી છે તેને સરળ બનાવવામાં આવે .

અનલોક પછી હીરાના કારખાનાને ખોલવા માટે તંત્રે રાજનીતિક દબાણના કારણે ઉતાવળિયો નિર્ણય લીધો હતો . કતારગામ જોન કે જ્યા લોકડોઈન માં નહિવત કેસ હતા ત્યાં અનલૉક થતાની સાથે જ કોરોના વિસ્ફોટ થયો હતો. સુરતમાં દિવસેને દિવસે સ્થિતિ એટલી બગડી કે, રાજ્યના હેલ્થ કમિશનર ડોક્ટર જયંતિ રવિ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાતે સુરત આવીને સુપરવિઝન કરવું પડ્યું હતું.

હાઈકોર્ટનો આખરે જવાબ આપતા રત્નકલાકારોને કારણે કોરોના વરકાયો છે તેવું જણાવ્યું હતું . પરંતુ પોતાની ભૂલ છે તે બાબતે કોઈ સ્પષ્ટીકરણ કર્યું હોય તેવું જણાયું નથી. હીરા કારખાના ની સુરક્ષાની દ્રષ્ટિએ ચારેબાજુથી બંધ હોય છે એટલે કે, વેન્ટિલેશન ઓછું હોય છે જે તંત્રને ખબર હતી અને વેન્ટિલેશન અભાવના કારણે કોરોના ફેલાવી શકે છે તે બાબતે પણ આંખ આડા કાન કર્યા હતા.એક હીરાની ઘંટી પર ચાર રત્ન કલાકાર કામ કરતા હોય છે. જેના કારણે સોશીયલ ડિસ્ટન્સ પણ જળવાશે નહીં તેની પણ બખૂબ જાણ હતી. તેમ છતાં રત્ન કલાકારોને જાતે મોતના મુખમાં ધકેલાયા હોય તેવી રીતે કારખાના શરૂ કરવા માટે મંજૂરી આપી દેવાઈ હતી .

નવાઈની વાત તો એ છે કે શરૂઆતના દિવસોમાં સરકાર આવા સ્વીકારવા તૈયાર ન હતી કે,હીરાના કારખાનાઓ ના કારણે કોરોના ફેલાયો છે અને હવે હાઇકોર્ટે ઉધડો લીધો છે ત્યારે પોતાની બેદરકારી નિર્દોષ રત્ન કલાકારો માટે થોપી દીધી છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*