મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પોલીસ અધિકારીઓને આપી આ મોટી છૂટ, કહું કે હવે સરકાર તમારા કામ માં રોક- ઝોક નહિ કરે

Published on: 9:14 am, Wed, 19 August 20

ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસ અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી . આ બેઠકમાં તમામ એસ.પી, પોલીસ કમિશનર, રેન્જી આઇજી તમામ બેઠક માં જોડાયા હતા . આ બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે ક્રાઇમ રેશિયો અને લો એન્ડ ઓર્ડર વિશે વિસ્તૃત પ્રમાણમાં ચર્ચા કરવામાં આવી હતી . આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ અસામાજિક પ્રવૃત્તિ સામે કડક કામ લેવા સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી . વિજય રૂપાણી એ પોલીસ અધિકારીઓને કહ્યું કે તમારા કોઈ કામમાં સરકાર રોક જોક નહીં કરે .

મુખ્યમંત્રી વિજય રૂપાણી પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે. રાજ્યમાં સામાજિક પ્રવૃત્તિ સામે કડક કામ લેવા સૂચના આપવામાં આવી છે.રાજ્યમાં અસામાજિક તત્વોના આતંક ને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસ અધિકારીઓને કડક કામ લેવા સૂચના આપવામાં આવેલ છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે પોલીસ અધિકારીઓના કોઈ કામમાં સરકાર રોકટોક નહીં કરે .

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાનગરોના રેન્જ આઇજી , પોલીસ કમિશનર અને તમામ એસ.પી સાથે વાતચીત કરી હતી. જે વાર્તાલાપમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે.