કોરોના ના કપરા સમય વચ્ચે દેશ માટે આવ્યા રાહત ના સમાચાર , જાણો વિગતે

કોરોના ના કપરા સમય વચ્ચે દેશ માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે દેશના 202 દિવસના કોરોના કાળમાં પ્રથમ વાર સક્રિય દર્દીઓનો ઘટવાનો દર 0.5% થઈ ગયો છે એટલે કે સક્રિય દર્દી બમણા થવાની અવધિ 140 દિવસ ની થઈ ગઈ છે.

આપણે જણાવી દઈએ કે ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 26 લાખથી પણ વધારે છે. દેશ માટે મોટા રાહત ના સમાચાર એ છે કે દેશ માં કોરોના ને હરાવનાર 20 લાખ ને પાર થઈ ગયા છે. સોમવારના રોજ દર્દીઓ નો સાજા થવાનો આંકડો બહાર આવ્યોહતો . આવું છ મહિનામાં માત્ર 3 વાર જ થયું છે.

દેશમાં હવે માત્ર 6.75 લાખ દર્દી સકિર્ય છે. જયારે કોરોના ની સારવાર દરમિયાન 1.9% દર્દી અો મૃત્યુ પામેલ છે. મુખ્ય વાત એ છે કે રિકવરી રેટમાં એક મહિનામાં 10 ટકા જેટલો વધારો થયો છે. 17 જુલાઈ એ રિકવરી રેટ 62.2% હતો જે 17 ઓગસ્ટના રોજ 73% થઈ ગયો છે.

આપણે જણાવી દઈએ કે ગુજરાત, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, દિલ્હી, તમિલનાડુ અને બિહાર માં રિકવરી રેટ ઝડપથી વધ્યો છે. જ્યારે ચંડીગઢ, પંજાબ, કેરળ, છત્તીસગઢ વગેરે માં ઘટયો છે. કારણકે નવા દર્દી માં વધારો થયો છે. પહેલા રાજ્યમાં રિકવરી રેટ સારો હતો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*