છેલ્લા એક અઠવાડિયા ની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 11 મી ઓગસ્ટ થી 17 ઓગસ્ટ સુધી કોરોના નવા કેસ માં 1020 નોંધાયા હતા. દૈનિક પોઝિટિવ દર્દીઓની સંખ્યા 135 થી પણ વધારે નોંધાય છે. અમદાવાદ શહેરમાં તંત્ર દ્વારા કાળજીપૂર્વક કામ કરતા પહેલા કરતા ઓછા કેસો આવે છે.
ગુજરાત રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેર માટે રાહતના સમાચાર ગણી શકાય એવા આવેલ છે. અમદાવાદ શહેર રાજ્ય માં એક્ટિવ કેસો ની ગણતરી મોખરે હોવા છતાં રાહતના સમાચાર એ છે કે, શહેરમાં કોરોના ના કેસો સતત ઘટી રહ્યા છે અને હાલ શહેરમાં કોરોના ના એક્ટિવ કેસો 2937 હાલ માં છે.
છેલ્લા અઠવાડિયામાં એક્ટિવ કેસોમાં સતત ઘટાડો થયેલ છે. વચ્ચેના સમયગાળામાં એક અઠવાડિયામાં કોરોના એક્ટિવ કેસમાં 3200 ને પાર થઈ ગયા હતા જેમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયા ની વાત કરીએ તો શહેરમાં કોરોના નવા કેસો માં 1020 કેસ નોંધાયા છે. જેની સામે 1351 લોકોએ કોરોના સામે જીત મેળવી છે. જ્યારે છેલ્લા અઠવાડિયામાં કોરોના સામે સારવાર મેળવતા 25 લોકો ના મૃત્યુ નિપજયા છે.