કોરોના ની રસી ને લઈને દેશ માટે આવ્યા સારા સમાચાર, પરીક્ષણ સફળ થયાનો દાવો

દુનિયાભરમાં કોરોના ની રસી ને લઈને પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.થોડાક દિવસથી સૌથી આગળ રહેલી અને દુનિયાની નજર જેના પર છે તે ઓક્સફોર્ડ ની રસી નું પરીક્ષણ રોકી દેવામાં આવ્યું છે. આ ચિંતા ની વચ્ચે ભારતની કોરોનાવાયરસ ને લઈને સારા સમાચાર આવ્યા છે. ભારતની કોરોનાવાયરસ ને લઈને બીજા તબક્કાની મંજૂરી મળી છે.

ભારત બાયોટેક એ બનાવેલી COVAXIN વાનરો પર કરાયેલા ટેસ્ટ સફળ રહ્યા હોવાનો દાવો કરાયો છે. વાનરો માં પ્રતિરોધક ક્ષમતા વિકસિત થયા નો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે. હાલમાં આઈસીએમઆર દ્વારા ભારતમાં ત્રણ રસી નું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ, ભારત બાયોટેક, ઝાયડસ કેડિલા દ્વારા ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. ઝાયડસ કેડિલા ની રસી નું ફેઝ-2 માં 50 લોકોના ટેસ્ટ કરાયા છે.

ભારત બાયોટેક અને આઇસીએમઆર દ્વારા બનાવવામાં આવે રહેલી કોરોનાવાયરસ ની રસીના ક્લિનિકલ ટ્રાયલમાં પહેલો કેસ સફળ રહ્યો છે. ટ્રાયલ ના શરૂઆત ના પરિણામોમાં કહેવામાં આવ્યું છે કે રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*