કોરોના સંક્રમિત ઘૂસણખોરોને ઠાર કરવાનો આદેશ ઉત્તર કોરિયાના સરમુખત્યારશાહી કિમ જોંગ ઉને આદેશ આપ્યો હોવાનો દાવો અમેરિકાના લશ્કરી અધિકારીઓએ કર્યો હતો. ચીનમાંથી આવતા ઉત્તર કોરિયાના નાગરિકોને જો કોરોના હોય તો ગોળી મારવાનો આદેશ અપાયો છે.
ઉત્તર કોરિયામાં અત્યાર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. દાવો એવો થયો હતો કે કોરોના સંક્રમણ થયું જ નથી. જાન્યુઆરીમાં ઉત્તર કોરીયા એ ચીન સાથેની સરહદો સાવ બંધ કરી દીધી હતી. કોરોના નું સંક્રમણ ન ફેલાય તે માટે ઉત્તર કોરિયાના લશ્કરી અધિકારીઓએ કિંગ જોંગ ના ઇશારે અેવા અાદેશ અાપ્યા છે કે સરહદેથી કોરોના સંક્રમિત દેશમાં ઘુસવાની કોશિશ કરે તો ત્યાં ઠાર કરી દેજો.
આ દાવો અમેરિકાના લશ્કરી અધિકારીઓએ કર્યો હતો.અમેરિકન ફોર્સ અમેરિકન કમાન્ડર રોબર્ટ અબ્રાહમે કહ્યું હતું કે ઉત્તર કોરિયા કોરોના નું સંક્રમણ રોકવા માટે અમાનવીય તરીકો અજમાવ્યો છે.રોબર્ટ અબ્રાહમે ન્યૂયોર્કમાં યોજાયેલી કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયા ચીનની સરહદે બે કિલોમીટરના વિસ્તારમાં બફર ઝોન જાહેર કર્યો છે. ઉત્તર કોરિયાની સ્પેશિયલ ફોર્સના તેનાત કરીને ઘૂસણખોરી અટકાવવાના આદેશ આપ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment