ગુજરાત માટે આવ્યા સારા સમાચાર, કોરોના વાયરસના સંક્રમણ ને ઘટવાને લઇને આ ડોક્ટરે કર્યો દાવો

Published on: 6:04 pm, Fri, 17 July 20

ગુજરાત રાજ્યમાં અત્યારે સુરત કોરોના નું હોટ સ્પોટ બન્યું છે.અમદાવાદ શહેરમાં મહદંશે કોરોના કાબૂમાં છે. જો કે , ચિંતાની વાત એ છે કે ગામડાઓમાં કોરોના પ્રસર્યો છે. પરિસ્થિતિના પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક ટીમ અમદાવાદ દોડી આવી છે . ગઈકાલે મોડી સાંજે ટીમના સભ્યો સુરત પહોંચ્યા હતા . આજે ટીમ સુરત કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી પરિસ્થિતિ ની સમીક્ષા કરવાના હતા.

એઇમ્સ ના ડાયરેક્ટર ડો . રણદીપ ગુલેરિયાં એ એવો મત વ્યક્ત કર્યો હતો કે , કોરોનાના ગંભીર પ્રકારના દર્દીઓ માટે અતિ ઉપયોગી એવાં ઈન્જેકશન દુરુપયોગ કરી રહ્યા છે. ટોસિલી ઝુમેબ ઇન્જેકશનનો ખૂબ જ સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તેમણે એવું પણ કહ્યું હતું કે આ ઇંજેક્શન શરીર માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.

ડો. ગુલેરીયાં એવો દાવો કર્યો હતો કે, જો દર્દીઓનું ખાસ તકેદારી રાખી સારવાર કરવામાં આવે, લોકો માસ્કને સેનીટાઇઝર નો ઉપયોગ કરે અને અન્ય નિયમનું પાલન કરે તો અમદાવાદની જેમ સુરતમાં પણ કોરોના કાબુમાં આવશે. આગામી દિવસોમાં ચોક્કસપણે ગુજરાતમાં કોરોના ના કેસ માં સતત ઘટાડો થશે.