શાળા કોલેજ ચાલુ થવાને લઈને ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મહત્વનું નિવેદન , જાણો

2214

સમગ્ર દેશભરમાં કોરોનાવાયરસ ના કેસ માં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી શાળા-કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીના ભવિષ્ય અંગે વાલીઓ અને શિક્ષકો ને ચિંતા થઈ રહી છે. દરેક વાલીઓના મનમાં એવો પ્રશ્ન હોય છે કે શાળા કોલેજ ક્યારે ચાલુ કરવામાં આવશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા એ મહત્વનું નિવેદન આપેલ છે.

આગામી સમયમાં ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે શાળાઓ શરૂ કરવા બહુ ઉતાવળ કરવામાં આવશે નહીં અને જ્યારે પણ શાળા કોલેજ શરૃ કરવા અંગે કોઇપણ જાતનો નિર્ણય લેવાશે તો પહેલા કોલેજ શરૂ થશે ત્યારબાદ પુરુષ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. બાળકોના હિતમાં જ કોઈ પણ નિર્ણય લેવામાં આવશે તેમ શ્રી ચુડાસમાએ જણાવ્યું છે.