કોરોના માટે આવ્યા સારા સમાચાર, સ્વાસ્થ્ય મંત્રીએ આ શોધ ના કર્યા ભરપૂર વખાણ…જાણો વિગતે

Published on: 10:11 am, Sun, 5 July 20

કોરોનાવાયરસ ના વધતા જતા સંક્રમણ ના કારણે સમગ્ર વિશ્વભરમાં દરેક વૈજ્ઞાનિકો અને આયુર્વેદિક દવા અને વેક્સિન શોધી રહી છે. સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો દવા અને વેક્સિન શોધી રહ્યા છે જે કારણસર છેલ્લા કેટલાક દિવસથી સારા સમાચાર આવી રહ્યા છે.

હવે આ તમામ ની વચ્ચે દિલ્લી આર.ટી.આઈ એ એવી કંઇક શોધ કરી છે જે કારણસર એવું બહાર આવ્યું છે કે ચા અને હરડે નું સેવન કરવાથી આ વાયરસ સામે રક્ષણ મળે છે. શોધ કર્તા ના જણાવ્યા અનુસાર ચા અને હરડે નું ફરજીયાત સેવન કરવું જોઈએ જેના કારણસર કોરોના સામે રક્ષણ મળે છે. આ જોતા કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધન એ પણ ભરપૂર વખાણ કર્યા.

આર ટી આઇ દિલ્હી એ જે આ નવા સંશોધનમાં ખુલાસો કર્યો છે કે તે જોતા કોરોના વાયરસના સંક્રમણ ને અટકાવવા આ વિકલ્પ તરીકે પસંદ કરી શકાય છે.