આજ થી ભારત માં લોન્ચ થાય છે ભારતીય TIKTOK….વધારે જાણવા અમારો અહેવાલ વાચો

Published on: 10:46 am, Sun, 5 July 20

ભારતમાં મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. થોડાક સમય પહેલાં ના આંકડાકીય માહિતી જોઈએ તો સમગ્ર ભારતમાંથી ૫૦ કરોડથી પણ વધારે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. ચીન અને ભારતના સરહદી વિવાદ ના કારણે અને ડેટા ચોરીના મામલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાઇનાની 59 જેટલી એપ ઉપર પ્રતિબંધ મુકેલ છે. ત્યારે આજરોજ ભારતીય સોશિયલ મીડિયા એપ લોન્ચ થવા જઈ રહી છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતની પહેલી સોશિયલ મીડિયા એપ લોન્ચ કરશે.

સમગ્ર ભારત માટે એક ખુશીના સમાચાર ગણાય કે સૌપ્રથમવાર દેશ જયારે સ્વદેશી સોશિયલ મીડિયા એપ લોન્ચ કરવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ ના સંસ્થાપક શ્રી રવિશંકર પણ હાજર રહેશે આ ઉપરાંત બાબા રામદેવ સહિત અનેક લોકો હાજર રહેવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એપ માં આપણા ડેટા એટલા સુરક્ષિત હશે કે કોઈપણ બીજી પાર્ટીને આપવા માટે તૈયાર નહીં થાય.

ઉલ્લેખનીય છે કે આ એપ હાલમાં પ્લેસ્ટોરમાં છે અને લાખો લોકોએ ડાઉનલોડ કરી ચૂકેલ છે. જોકે તેનું અધિકારીક રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું નથી જે આજરોજ થવા જઈ રહ્યું છે.આ એપની વિશેષતા એવી છે કે આમાં સાત ભાષા ઉપલબ્ધ છે અને કોલિંગ વીડિયો કોલિંગ ની પણ સુવિધા ઉપલબ્ધ છે.