દરિયાની મસ્તી બની ગઈ મોતની સજા..! 3 મિત્રોમાંથી 2 પાક્કા મિત્રોના દરિયામાં ડૂબી જવાના કારણે દર્દનાક મોત…જૈન પરિવાર અને પાટીદાર પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 11:11 am, Mon, 23 January 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે પીહા બીજના દરિયાકિનારે ફરવા ગયેલા ત્રણ અમદાવાદના યુવકો માંથી બે યુવકોના દરિયામાં ડૂબી જવાના કારણે દર્દનાક મોત થયા છે. મળતી માહિતી અનુસાર અન્ય એક યુવકને તરતા આવડતું હતો તેના કારણે તે બચી ગયો હતો.

આ ઘટનામાં જૈન યુવક અંશુલ શાહ અને પાટીદાર યુવક સૌરીન પટેલે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અપૂર્વ મોદી નામના યુવકને તરતા આવડતું હતું તેના કારણે તે બચી ગયો હતો. ત્રણેય ખાસ મિત્રો ફરવા માટે દરિયાકિનારે ગયા હતા. આ દરમિયાન દરિયાના પાણીમાં ડૂબી જવાના કારણે બે મિત્રોના મૃત્યુ થયા હતા.

આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આવતીકાલે પોસ્ટમોર્ટમની કાર્યવાહી થયા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે મૃત્યુ પામેલા યુવકોના મૃતદેહને ભારત લાવવામાં આવે છે કે નહીં. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ધરણીધર વિસ્તારમાં રહેતા અપૂર્વ મોદી, અંશુલ શાહ અને સૌરીન પટેલ એકબીજાના ખાસ મિત્રો હતા. સૌરીન પટેલ અને અપૂર્વ મોદી સ્કૂલ સમયથી એકબીજાને ઓળખતા હતા.

અંશુલ પણ ઘણા વર્ષોથી ઓળખતો હતો. અંશુલ તેની પત્ની સાથે વિકેન્ડ વિઝા પર ન્યૂઝીલેન્ડ ગયો હતો. ત્યાં અપૂર્વ મોદી, અંશુલ અને સૌરીન પટેલ દરિયાના પાણીમાં ગયા હતા. જ્યારે બંનેની પત્નીઓ બહાર ઊભેલી હતી. તે લોકો ખૂબ જ અંદર ગયા ન હતા અને એક બોલથી પાણીમાં રમી રહ્યા હતા. ત્યારે અચાનક જ દરિયામાં એક વિશાળ મોજું આવ્યું હતું. જેના કારણે અપૂર્વએ સૌરીનનો હાથ પકડી લીધો હતો.

પરંતુ અંશુલ દરિયાના પાણીમાં તણાઈ ગયો હતો. ત્યાર પછી સૌરીન અને અપૂર્વ એ ધીરે ધીરે દરિયા કિનારે આવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ વિધિના લેખક અલગ જ લખેલા હતા. અચાનક જ બીજું મોજું આવ્યું જેના કારણે બંને મિત્રો અલગ પડી ગયા હતા. જેમાં સૌરીન પટેલ પણ પાણીમાં તણાઈ ગયો હતો. આ ઘટનામાં એકલો અપૂર્વ સફળતાથી બહાર આવ્યો હતો.

આ ઘટના બનતા જ કોઈ ઇમર્જન્સી નંબર 111 પર ફોન કર્યો હતો. 15 મિનિટ પછી કોસ્ટગાર્ડસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાર પછી તો 15-20 મિનિટ પછી દરિયામાં ડૂબેલા બંને યુવકોને દરિયાકિનારે લાવવામાં આવ્યા હતા. બંને યુવકોને CRP આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે પહેલા તો બંનેનો જીવ ચાલ્યો ગયો હતો.

સૌરીન પટેલ વર્ષ 2018 માં ન્યૂઝીલેન્ડમાં ભણવા માટે આવ્યો હતો. તે એક ઈલેક્ટ્રીક એન્જિનિયર હતો અને તે ઓકલેન્ડમાં ટનલ પ્રોજેક્ટમાં નોકરી કરતો હતો. હજુ ગત ઓગસ્ટ મહિનામાં તેને નોકરી મળી હતી જેના કારણે તે ખૂબ જ ખુશ હતો. આ ઘટનામાં અપૂર્વ મોદીએ પોતાની નજર સામે પોતાના બે જીગરજાન મિત્રોને ગુમાવ્યા છે. બંને મિત્રોના મૃતદેહના પોસ્ટ મોર્ટમ કર્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દરિયાની મસ્તી બની ગઈ મોતની સજા..! 3 મિત્રોમાંથી 2 પાક્કા મિત્રોના દરિયામાં ડૂબી જવાના કારણે દર્દનાક મોત…જૈન પરિવાર અને પાટીદાર પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*