ઉતાવળ બની ગઈ મોતની સજા..! કારમાં સવાર થઈને બાલાજીના દર્શન કરવા જઈ રહેલા મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત…એક સાથે 5 મિત્રોના મોત…

Published on: 10:32 am, Mon, 23 January 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે એક ભયાનક અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં 5 મિત્રોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એક સાથે 5 મિત્રોને મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના ઓવરટેક કરતી વખતે બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના સિકર જિલ્લાના ફતેહપુરમાં ગઈકાલે રાત્રે બની હતી. હરિયાણાના ફતેહાબાદ વિસ્તારના પાંચ મિત્રો કારમાં સવાર થઈને સાલસર બાલાજીના દર્શન કરવા માટે આવ્યા હતા.

ત્યારે રસ્તામાં રાત્રે 11 વાગ્યાની આસપાસ ફતેહીપુર-સાલસર રોડ પર તેમની કાર અને એક ટ્રોલી વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માતો સર્જાયો હતો. અકસ્માતની ઘટના બની આબાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળી આબાદ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાલસર તરફ જતી કાર આગળ જઈ રહેલા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન કારચાલકને સામેથી આવતી ટ્રોલી દેખાઈ નહીં.

જેના કારણે પુરપાડ ઝડપે આવતી કાર અને ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પાંચ મિત્રોના દર્દનાક મોત થયા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃત્યુ પામેલા તમામ મિત્રોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

આજરોજ મૃત્યુ પામેલા યુવકોના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. દીકરાઓના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઉતાવળ બની ગઈ મોતની સજા..! કારમાં સવાર થઈને બાલાજીના દર્શન કરવા જઈ રહેલા મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત…એક સાથે 5 મિત્રોના મોત…"

Leave a comment

Your email address will not be published.


*