ખેડૂતના દીકરાએ બોર્ડમાં ડંકો વગાડ્યો..! મધ્યમ વર્ગમાંથી આવતા દીકરાએ બોર્ડમાં 99.99 PR મેળવીને માતા-પિતાનું નામ રોશન કર્યું… દીકરાને ખુબ ખુબ અભિનંદન…

Published on: 11:29 am, Thu, 25 May 23

Board Class-10 Result: મિત્રો આજરોજ ગુજરાત માધ્યમિક બોર્ડના ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના રાજકોટ જિલ્લાનું 72.74% પરિણામ જાહેર થયું છે. મિત્રો તમને જણાવી દઈએ કે, દર વખતની જેમ આ વખતે પણ ગરીબ ઘરના અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ બોર્ડમાં ડંકો વગાડ્યો છે. ત્યારે આજે આપણે બોર્ડમાં 99.99 PR લાવીને આખા ગુજરાતમાં પોતાના માતા પિતાનું નામ રોશન કરનાર વિદ્યાર્થી વિશે વાત કરવાના છીએ.

રાજકોટના પૂજિત રૂપાણી ટ્રસ્ટના વિદ્યાર્થી રુદ્ર ગામીએ 99.99 PR સાથે બોર્ડમાં ડંકો વગાડ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે દીકરાના પિતા રાજકોટમાં નોકરી કરે છે અને તેઓ સાથે સાથે ગામડામાં ખેતી પણ કરે છે. વિગતવાર વાત કરીએ તો તલાલા ખાતે ખેતી કામ કરતા અને રાજકોટમાં ભાડાના મકાનમાં રહી દીકરાને અભ્યાસ કરાવવા આવેલા ગામી પરિવારના દીકરાએ આજે બોર્ડમાં ડંકો વગાડી પોતાની પિતાની ઈચ્છા પૂર્ણ કરે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે રુદ્રએ ધોરણ 10ની પરીક્ષામાં 99.99 PR અને 96.99% મેળવીને પોતાના માતા-પિતા અને શાળા સહિત સમગ્ર રાજકોટનું નામ દેશભરમાં રોશન કર્યું છે. મિત્રો તમને જણાવી દે કે રુદ્રના પિતા ખેતી કરતા હોવા છતાં પણ તેઓ પોતાના દીકરાના અભ્યાસ માટે રાજકોટના ભાડાના મકાનમાં રહીને કારખાનામાં કામ કરતા હતા.

રુદ્ર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પૂજિત ટ્રસ્ટ રૂપાણી ટ્રસ્ટમાં રહી રાજકોટની ધોળકિયા શાળામાં અભ્યાસ કરતો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે ધોળકિયા શાળાએ રુદ્રાની છેલ્લા ત્રણ વર્ષની ફી લીધી નથી અને રુદ્રનેની સંકુલ અભ્યાસ કરાવ્યો છે. જેની સામે રુદ્રએ દિવસ રાત મહેનત કરીને પોતાનું સપનું સાકાર કરી બતાવ્યું છે.

જ્યારે મીડિયા હતી મેં દીકરા રુદ્ર સાથે વાત કરી ત્યારે રુદ્રએ કહ્યું કે, હું એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા પિતા ખેતી કામ કરતા હોવા છતાં પણ મારા અભ્યાસ માટે રાજકોટમાં ભાડાનું મકાન રાખીને તેમાં રહેતા હતા. અહીં કારખાનામાં કામ કરે છે.

આ સાથે શાળા દ્વારા પણ અમારી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મને વિનામૂલ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. હું શરૂઆતથી જ ખૂબ જ મહેનત કરતો હતો. શાળા ઉપરાંત હું ઘરે પણ ખૂબ જ વાંચન કરતો હતો. હવે મારે iit માં અભ્યાસ કરીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખેડૂતના દીકરાએ બોર્ડમાં ડંકો વગાડ્યો..! મધ્યમ વર્ગમાંથી આવતા દીકરાએ બોર્ડમાં 99.99 PR મેળવીને માતા-પિતાનું નામ રોશન કર્યું… દીકરાને ખુબ ખુબ અભિનંદન…"

Leave a comment

Your email address will not be published.


*