એમ્બ્યુલન્સ ની લાઈનો જોઈને રાજ્યની રૂપાણી સરકારે લીધો આ નિર્ણય.

Published on: 9:06 am, Tue, 20 April 21

હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો 108 ઇમરજન્સી સેવાની કામગીરી બમણી થઇ રહી છે ત્યારે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોનાવાયરસ ના કારણે આખું ગુજરાત ટેન્શનમાં છે અને દિવસેને દિવસે મહામારી ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી છે.

હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો 108 ઇમરજન્સી સેવાની કામગીરી બમણી થઈ ગઈ છે. રાજ્ય સરકાર વધુ 150 એમ્બ્યુલન્સ ખરીદશે. 150 એમ્બ્યુલન્સની તાત્કાલિક ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

એક અઠવાડિયામાં એમ્બ્યુલન્સ મેળવવા તાકીદ કરવામાં આવી છે.છેલ્લા સાત દિવસમાં 108 હેલ્પલાઇન કોલની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે.108 માં લગભગ 1 લાખ 82 હજાર 633 ઈમરજન્સી કોલ્સ આવ્યા છે.

આમ જોવા જઈએ તો 108 ની સેવામાં અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક કોલ છે. એક સાથે 120 કોલ ને જવાબ આપવામાં આવી રહ્યા છે.108 ઇમરજન્સી ટીમે કોલ્સ વધતા સ્ટાફ ડબલ કરી દીધો છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 11,403 નવા કેસ નોંધાયા છે.

તો સંક્રમણના કારણે 117 લોકોના મોત નિપજ્યા છે અને આ સાથે 4179 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,41,724 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એમ્બ્યુલન્સ ની લાઈનો જોઈને રાજ્યની રૂપાણી સરકારે લીધો આ નિર્ણય."

Leave a comment

Your email address will not be published.


*