ગુજરાતી ગાયીકાનું મૃતદેહ કારમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું, મૃતદેહ એવી હાલતમાં મળ્યું કે… જોઈને પોલીસના પણ રુવાટા ઉભા થઈ ગયા…

Published on: 11:16 am, Mon, 29 August 22

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પારડી તાલુકાના પાર નદી કિનારે એક કારમાંથી વલસાડની ગાયિકા વૈશાલી બલસારનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને આ ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી. ત્યારબાદ પારડી પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી. જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારની તપાસ કરી ત્યારે પોલીસને કારની અંદરથી એક મહિલાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું.

પારડી પોલીસે ચેક કરતા જાણવા મળ્યું કે આ મહિલા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા છે. મળતી માહિતી અનુસાર વૈશાલીના પતિએ ગતરોજ વૈશાલી ઘરેથી ગુમ થઈ છે તેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વૈશાલીના મૃતદેહને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે મૃતદેહને કબજે લઈને FSLની ટીમની મદદ મેળવી હતી. ઘટના અંગે વલસાડ LCBની ટીમને જાણ થતા વલસાડ LCBની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વૈશાલીનું મૃત્યુ કયા કારણોસર થયું છે અને કેટલા વાગે થયું છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

મળતી માહિતી અનુસાર પારડી તાલુકામાં પાર નદી પાસે એક શંકાસ્પદ હાલતમાં કાર ઊભેલી જોઈને સ્થાનિક લોકોએ તેના માલિકની આજુબાજુ શોધખોળ કરી હતી. પરંતુ સ્થાનિક લોકોને માલિકની કોઈ પણ પ્રકારની જાણ થઈને તેથી તેમને આ ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી

. ત્યારે પોલીસને કારની અંદરથી ગુજરાતની ગાયિકા વૈશાલીનું મૃતદેહ મળી આવ્યું હતું. ગઈકાલના રોજ વૈશાલી ઘરેથી ગુમ હોવાની ફરિયાદ તેના પતિએ સીટી પોલીસ મથકમાં નોંધાવી હતી. આ ઘટના બનતા વૈશાલીના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતી ગાયીકાનું મૃતદેહ કારમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું, મૃતદેહ એવી હાલતમાં મળ્યું કે… જોઈને પોલીસના પણ રુવાટા ઉભા થઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*