મુસ્લિમ યુવક સાથે ફરવા ગયેલી હિન્દુ યુવતીનો મૃતદેહ ઘરે પાછો આવ્યો, આ વાત બજરંગ દળ પાસે પહોંચતા શું થયુ જાણો

Published on: 12:04 pm, Sun, 16 October 22

મિત્રો આ હાલમાં બનેલી એક ઘટનાને લઈને ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટનામાં રાયપુર ની એક યુવતીના મૃત્યુ બાદ ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે યુવતી તેના બોયફ્રેન્ડ સાથે નવા રાયપુર માં ફરવા માટે ગઈ હતી. ત્યારબાદ એવું બન્યું હતું કે યુવતીના પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. બોયફ્રેન્ડ સાથે ફરવા ગયેલી યુવતીનું મૃતદેહ ઘરે પાછું આવ્યું હતું.

આ સમગ્ર ઘટના બની આ બાદ મૃત્યુ પામે યુવતીના પરિવારજનો અને બજરંગ દળના કાર્યકરો દ્વારા દીકરીને ન્યાય મળે તે માટે ઓબાળો મચાવ્યો હતો. હાલમાં યુવતીના પ્રેમી સામે જીવ લેવાનો ગુનો નોંધવાની માંગ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર યુવતીના બોયફ્રેન્ડ એ યુવતીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટનાની માહિતી મળતા જ બજરંગ દળના કાર્યકરો શનિવારના રોજ સાંજના સમયે હોસ્પિટલની બહાર એકઠા થયા હતા. એટલું જ નહીં પરંતુ યુવતીના બોયફ્રેન્ડ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થાય તેવા સમાચાર પણ મળ્યા છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતીનું નામ મોનિકા યાદવ હતુ અને તેની ઉંમર 24 વર્ષની હતી.

મોનિકા યાદવ રાયપુરના સીલ્તારા વિસ્તારમાં રહેતી હતી. મોનિકા યાદવ ભાનપુરમાં રહેતા 28 વર્ષના વાહીદ અલીના પ્રેમમાં હતી. બંને છેલ્લા થોડા સમયથી પ્રેમ સંબંધમાં હતા. મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે, વાહીદ અલી મોનિકા યાદવના પરિવાર પર બળજબરીથી લગ્ન કરવા માટે દબાણ પર કરતો હતો. પરંતુ યુવતીનો પરિવાર સમાજમાં બદનામીના ડરથી ચૂપ રહ્યો. પરિવારના સભ્યો આ સંબંધના વિરોધમાં હતા.

મોનિકા યાદવ રાયપુરમાં bank of baroda ની શાખામાં કામ કરતી હતી. થોડાક સમય પહેલા મોનિકા અને તેના પ્રેમી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ વાહિદ મોનિકાની ઓફિસ પહોંચ્યો હતો અને ત્યાં પણ બંને વચ્ચે વાતચીત દરમિયાન બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વાહિદ ઘણા સમય સુધી બેંકમાં બેઠો હતો.

ત્યારબાદ વાહિદ અને મોનિકા બંને અહીંથી ફરવા માટે નવા રાયપુર ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને બજરંગ દળના અધિકારીઓનું કેવું છે કે, જાણી જોઈને આ ઘટનાને વાહીદે અકસ્માતની ઘટના બનાવી છે. પરંતુ હકીકતમાં દીકરીનો જીવ લેવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને બજરંગ દળે રાયપુર પોલીસ પાસે જીવ લેવાનો કેસ નોંધવાની માંગ કરી છે.

મળતી માહિતી અનુસાર યુવતીના મૃત્યુના સમાચાર મળતા જ યુવતીના પરિવારજનો અને બજરંગ દળના અધિકારીઓ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. ત્યાં બજરંગ દળના કાર્યકરોએ વાહીદ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બજરંગ દળના નેતાઓએ અને અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ મામલે કાર્યવાહી નહીં થાય તો રાયપુર શહેરમાં વિરોધ પ્રદર્શન કરીશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મુસ્લિમ યુવક સાથે ફરવા ગયેલી હિન્દુ યુવતીનો મૃતદેહ ઘરે પાછો આવ્યો, આ વાત બજરંગ દળ પાસે પહોંચતા શું થયુ જાણો"

Leave a comment

Your email address will not be published.


*