પાંચ વખત ચેમ્પિયન બની ગયેલી મુંબઈ ઇન્ડિયન આ સિઝનમાં સતત ત્રણ મેચ હારી ગઈ છે અને હાર્દિક પંડ્યા ની કેપ્ટનશીપમાં મુંબઈ ઇન્ડિયન નો હાલ ખરાબ થઈ ગયો છે અને સીઝન ની શરૂઆત પહેલા જ હાર્દિકને રોહિત શર્મા ના સ્થાને તેમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ત્યારે આ નિર્ણયના કારણે ચાહકોમાં ઘણો ગુસ્સો હતો
અને આવી પરિસ્થિતિમાં જ્યારે મુંબઈ ટીમ ખરાબ રમી રહેશે ત્યારે હાર્દિક પંડ્યાને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.પર લોકો હાર્દિકને ટ્રોલ કરવામાં થોડીક પણ કસર બાકી રાખતા નથી. પંડ્યાને ગુજરાત થી એક મોટા ટ્રેડમાં સામેલ કરવામાં આવ્યો હતો જ્યાં તેને શાનદાર પ્રદર્શન કર્યું અને તેને 2022માં ગુજરાત ટાઇટલ્સને પહેલી સિઝનમાં ipl ટાઈટલ જીતાડ્યું
અને 2023 માં ફાઇનલમાં પહોંચાડી અને જે ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માના હાથમાં વર્ષોથી હતી તે હવે હાર્દિક પંડ્યાના હાથમાં જતા અને તેમાં પણ ટીમનું ખરાબ પ્રદેશના કારણે હાર્દિકને લોકો ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ બાદ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ મુંબઈની કેપ્ટનશીપ પર
🚨The Big Debate🚨#HardikPandya to continue❓
Or will #RohitSharma take over🤯@VirenderSehwag & @TiwaryManoj discuss #MumbaiIndians‘ captaincy saga, on #CricbuzzLive Hindi#MIvRR #IPL2024 pic.twitter.com/8Y4KbMtiun
— Cricbuzz (@cricbuzz) April 2, 2024
એક ચોકાવનારું નિવેદન આપી દીધું. મનોજ તિવારીનું માનવું છે કે રોહિત શર્મા ફરી એકવાર મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બની શકે છે અને મુંબઈની કેપ્ટનશીપ ફરી એક વખત રોહિત શર્માને પરત આપવામાં આવી શકે છે. આ દરમિયાન વિરેન્દ્ર સેવક પણ હાજર રહ્યા હતા
અને તેઓ દિવાળી સાથે સહમત ન હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે પહેલા આપણે જોયું છે કે મુંબઈ ઇન્ડિયન્સ પાંચ પાંચ મેચો હાર્યા બાદ ટાઇટલ જીતેલું છે. ત્યારે આગામી સમયમાં મુંબઈ ઈન્ડીયન્સ દિલ્હી સાથે મેચ રમવાનું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment