ભગુડા વાળી માં મોગલના ઘોર કળિયુગમાં પણ સાક્ષાત પરચા સાંભળીને રુવાડા ઊભા થઈ જશે,સાંભળો ભગુડા ના લાઈવ પરચા…

મિત્રો મોગલ માતાજી તો આજના સમયે પણ સાક્ષાત ભક્તોને પરચા પુરા પાડે છે. માતાજી મોગલ સંત અને સુરા ની ભૂમિ ગોહિલવાડમાં આવેલા ભગુડા ગામે બિરાજમાન છે અને લગભગ 450 વર્ષ પહેલાં નળ રાજા ની તપોભૂમિ ભગુડા ગામે માતાજી પધાર્યા હતા. લોકોની આટલુ જ શ્રદ્ધાના કારણે આ ઐતિહાસિક કામ માત્ર ભારતમાં નહીં પરંતુ આખી દુનિયામાં જાણીતું થઈ ગયું.

અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવા સહિતની સુવિધા મંદિરના ટ્રસ્ટ દ્વારા જ વિનામૂલ્ય પૂરી પાડવામાં આવે છે. આ મંદિરનો એક અનોખો ઇતિહાસ છે અને આશરે સાડી ચારસો વર્ષ પહેલા ભગુડા ગામે દુકાળ પડ્યો હતો ત્યારે ગામના આહીર સમાજના પરિવારો ગીર ચાલ્યા ગયા હતા અને ત્યાં આહીર અને ચારણ જ્ઞાતિ વચ્ચે બંને સગી બહેન જેવો સંબંધ છે.

મિત્રો માતાજીના મંદિરે ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી લોકો દર્શન કરવા માટે આવે છે અને ભગુડા ગામમાં કહેવાય છે કે કોઈ દિવસ ચોરવી ની ઘટના બનતી નથી અને ગામ લોકોને એટલો બધો વિશ્વાસ છે કે ગામનું તેમજ જગતનું રક્ષણ કરવા વાળી માતાજી સાક્ષાત હાજર હોવાથી ઘર કે દુકાને તાળું મારવામાં આવતું નથી

અને કોઈ વ્યવસ્થા ના ભાગરૂપે કોઈક જગ્યાએ તાળું મારતા હોય તો તે અપવાદ કહી શકાય. બાકી તમને જોવા નહીં મળે અને ભગુડા ગામમાં આહીર સમાજના અઢીસો જેટલા ખોરડાઓ આવેલા છે જેમાંથી દર ત્રણ વર્ષે તરવેડો ચડે છે.

અહીં આવનારા તમામ લોકોની તમામ મનોકામનાઓ પૂરી પણ થાય છે અને મહુવા થી 25 કિલોમીટર તેમજ ભાવનગર થી 80 કિલોમીટર તેમજ બગદાણા થી તો સાવ નજીક આવેલા આ ભગુડા ગામની અને તેમાં પણ માતાજી મોગલ ના દર્શન અવશ્ય કરજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*