બસ ડ્રાઈવરને ઊંઘ આવી જતા રોડ પર ઉભેલા ટ્રેલર પાછળ બસને ઘુસાવી દીધી, 17 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 11:13 am, Fri, 13 May 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અજમેર થી દાહોદ જતી વખતે બસ ટ્રેલરમાં ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 17 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાંથી ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે ઉદયપુર રિફર કરવામાં આવ્યા છે.

ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર બસના ડ્રાઇવરને ઊંઘ આવી જવાના કારણે આગળ ઊભેલા ટ્રેલર સાથે બસની ટક્કર થઈ હતી.

મળતી માહિતી અનુસાર ચિત્તોડગઢના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના રિથોલા ચાર રસ્તા પર જાનૈયાઓથી ભરેલી એક બસ ઉભેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. મળતી માહિતી અનુસાર ડ્રાઇવરની અચાનક ઊંઘ આવી ગઈ હતી. આ કારણોસર આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઉપરાંત આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

અકસ્માતની ઘટના લગભગ સવારે 4.40 વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માતની ઘટનામાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. અકસ્માતના પગલે 17 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બસ ડ્રાઈવરને ઊંઘ આવી જતા રોડ પર ઉભેલા ટ્રેલર પાછળ બસને ઘુસાવી દીધી, 17 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*