લગ્નના દિવસે જ પિસ્તોલ વડે દુલ્હનનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના…

Published on: 11:38 am, Fri, 29 April 22

હાલમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટના મથુરામાં બની હતી. અહીં લગ્નના દિવસે કન્યાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ લગ્નમાં વરમાળાનો કાર્યક્રમ પૂરો થયો ત્યારબાદ કન્યા એક રૂમમાં બેઠી હતી. ત્યારે તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના લગભગ રાત્રે બે વાગ્યાની આસપાસ બની હતી.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે તેમના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી દુલ્હનનું નામ કાજલ હતો. ગુરૂવારના રોજ કાજલના લગ્ન હતા. પરિવારના બધા સભ્યોમાં ખુશીનો માહોલ હતો.

ત્યારે અચાનક પિસ્તોલનો ચલાવવાનો અવાજ આવ્યો હતો. અવાજ સાંભળીને લગ્નમાં બધા શાંત થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર જ્યારે લગ્નમાં જાન પહોંચી ત્યારે જાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વરમાળાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાજલની બહેનપણી ઓ કાજલને એક રૂમમાં લઈ ગયા હતા. અહીં કોઇકે કાજલ પર પિસ્તોલ વડે પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો હતો. કાજલના મૃત્યુના સમાચાર સાંભળીને લગ્ન પ્રસંગમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર પરિવારજનો કાજલને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટર દ્વારા કાજલને મૃત જાહેર કરવામાં આવી હતી. પ્રેમ પ્રકરણના કારણે કાજલનો જીવ લેવામાં આવ્યો છે, એવું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કાજલનો જીવ તેના પ્રેમીએ લીધો છે.

મળતી માહિતી અનુસાર કાજલના પ્રેમી પર કાજલનો જીવ લેવાનો આરોપ છે. હાલમાં તો તે ફરાર છે. કાજલ નો જીવ કયા કારણોસર લઈ લેવામાં આવ્યો તેની હજુ કોઈ માહિતી મળી નથી. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના દિવસે જ પિસ્તોલ વડે દુલ્હનનો જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*