3 વર્ષ પહેલા કેનેડા ગયેલા ભારતીય યુવકે કેનેડામાં પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે આ પગલું ભર્યું…

Published on: 11:18 am, Fri, 29 April 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કેનેડામાં રહેતા એક પંજાબી યુવક પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકના સાથીઓ હાલમાં યુવકના મૃતદેહને ભારત મોકલવાના પ્રયાસો કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક પટિયાલાના ગામનો રહેવાસી હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ અર્શદીપ વર્મા હતું. મળતી માહિતી અનુસાર 2019 અર્શદીપ વર્મા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા આવ્યો હતો. અર્શદીપ વર્મા ઓન્ટારિયોની કેમ્બ્રિજ કોલેજમાં અભ્યાસ કરતો હતો.

જ્યારે કોરોનાની મહામારી આવી ત્યારે અર્શદીપ વર્મા લાંબા સમયથી આર્થિક સંકડામણથી પીડાઈ રહ્યો હતો. જેના કારણે અર્શદીપ ખૂબ જ વધારે ડિપ્રેશનમાં આવી ગયો હતો. ડિપ્રેશનમાં આવીને અર્શદીપે પોતાના જીવનનું અંતિમ પગલું ભર્યું હતું.

મળતી માહિતી અનુસાર કોરોના કાળ દરમ્યાન કેનેડાની અને કોલેજો બંધ થઈ ગઈ હતી. જેના કારણે વિદ્યાર્થીઓને ભારે એવું નુકસાન થયું હતું. મળતી માહિતી અનુસાર કોલેજ બંધ થઈ જવાના કારણે ઘણા યુવાનોને 9 થી 12 લાખ રૂપિયાનું મોટું નુકસાન થયું હતું.

જેના કારણે યુવાનોએ ભારત સરકાર પાસે માંગણી કરી છે કે, તેમના પૈસા પરત કરવામાં આવે. મળતી માહિતી મુજબ અર્શદીપ વર્માનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ત્રણ વર્ષ પહેલા પરિવારજનોએ અર્શદીપને રાજીખુશીથી કેનેડા મોકલ્યો હતો.

પરંતુ આર્થિક સંકડામણના કારણે અર્શદીપ વર્મા પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. અર્શદીપ વર્માનું મૃતદેહને ક્યારે ભારત આવશે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ અર્શદીપ વર્મા સાથીદારો તેના મૃતદેહને ભારત મોકલવાના પ્રયાસો કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "3 વર્ષ પહેલા કેનેડા ગયેલા ભારતીય યુવકે કેનેડામાં પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શા માટે આ પગલું ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*