ઉતરાખંડમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા ગુજરાતીઓના પાર્થિવદેહને વતન લવાયા… આખા ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ…પરિવારજનોનું હૈયાફાટ રૂદન…

Published on: 6:00 pm, Tue, 22 August 23

ભાવનગરમાંથી 15 ઓગસ્ટના દિવસે એક ખાનગી ટ્રાવેલર્સની બસ મુસાફરોને ભરીને ચારધામની યાત્રા પર ગઈ હતી. આ બસને ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઇવે પર એક અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી ગઈ હતી. ઘટનામાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 28 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ ઘટના બનતા જ સમગ્ર ભાવનગર જિલ્લામાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા 7 લોકોના પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને વતન મોકલવામાં આવ્યા છે. સાતમાંથી 6 લોકોના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ મોડી રાત્રે લાવવામાં આવ્યા હતા, અહીં મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

જ્યારે એક વ્યક્તિની અંતિમવિધિ હરિદ્વારમાં જ કરવામાં આવી હતી. પછી ભાવનગર જિલ્લામાંથી જ્યારે 6 લોકોની અંતિમયાત્રા નીકળે ત્યારે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, અમદાવાદમાં મોડી રાત્રે જ્યારે પહેલી ફ્લાઈટ આવી ત્યારે તેમાં કરણ ભાટી અને અનિરુદ્ધ જોશી નામના વ્યક્તિના મૃતદેહ લાવવામાં આવ્યા હતા.

આ ફ્લાઈટ 9.45 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચી હતી. પછી બીજી ફ્લાઈટ 11.45 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચી અને આ ફ્લાઈટમાં મહુવા તાલુકાના દક્ષાબેન મહેતા તથા તેમના પતિ ગણપતભાઈ મહેતાનું મૃતદેહ લાવવામાં આવ્યું હતું. ત્રીજી ફ્લાઇટ 1.45 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચી હતી.

આ ફ્લાઈટમાં તળાજા તાલુકાના રાજેશભાઈ મહેર અને ગીગાભાઈ મૃતદેહને લાવવામાં આવ્યું હતું. જ્યારે મૃતકોના પાર્થિવદેહ તેમના વતન પહોંચ્યા ત્યારે પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મૃત્યુ પામેલા છ લોકોની વહેલી સવારે અંતિમવિધિ કરવામાં આવી હતી.

જ્યારે તળાજા માંથી રાજુભાઈ મેર અને ગીગાભાઈની અંતિમયાત્રા નીકળી ત્યારે આખું ગામ યુવકે ચડ્યું હતું. અંતિમયાત્રામાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા. રાજુભાઈ ના મૃત્યુના કારણે એક દીકરાને અને બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઉતરાખંડમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા ગુજરાતીઓના પાર્થિવદેહને વતન લવાયા… આખા ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ…પરિવારજનોનું હૈયાફાટ રૂદન…"

Leave a comment

Your email address will not be published.


*