આગળ જતા ટ્રેલરની પાછળ ફોર્ચ્યુનર કાર ઘુસી જતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે…પટેલ યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત…

Published on: 5:36 pm, Tue, 22 August 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી છે તો કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટના કડી તાલુકાના નંદાસણ મહેસાણા હાઇવે ઉપર આવેલા ગણેશપુરા પાટિયા પાસે બની હતી. અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને આસપાસના લોકોએ 108ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળી રહ્યું છે કે એક ફોર્ચ્યુનર કાર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે મહેસાણા તરફથી આવી રહેલું ટ્રેલર ગણેશપુરા પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે પહોંચતા પાછળથી આવી રહેલી ફોર્ચ્યુનર કાર અડી જતા કાર ફંગોળાઈ ગઈ હતી.

ત્યારબાદ કાર એક ઝાડ સાથે અથડાઈ હતી અને ખેતરમાં પડી હતી. અકસ્માતની ઘટનામાં કારનો એક બાજુનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટનામાં કારમાં સવાર અપર્ણ પટેલ નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે કારમાં તેની સાથે સવાર ચિંતન પટેલે નામનો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને 108 ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

અકસ્માતની ઘટના બનતા જ હાઇવે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલર રસ્તા ઉપર જઈ રહ્યું હતું. ત્યારે ફોર્ચ્યુનર કાર પાછળથી ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આગળ જતા ટ્રેલરની પાછળ ફોર્ચ્યુનર કાર ઘુસી જતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે…પટેલ યુવકનું ઘટનાસ્થળે કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*