બાઈક પર જઇ રહેલા ભાઈ-બહેનની બાઈક સ્લીપ થતા વીજળીના થાંભલા સાથે અથડાય, કરંટ લાગવાના કારણે ભાઈ-બહેનનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ…

Published on: 5:30 pm, Sat, 2 July 22

આજરોજ સવારે બનેલી એક દર્દના અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સામાજિક કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહેલા સંબંધીના ભાઈ-બહેનનું વીજ કરંટ લાગવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર સંબંધીના ભાઈ-બહેન બાઇક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક સ્લીપ ખાઈ જતા વીજળીના થાંભલા સાથે જઈને અથડાઈ હતી.

વીજળીના થાંભલામાં કરંટ હોવાના કારણે બંનેને જબરદસ્ત કરંટ લાગ્યો હતો. તેથી બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ દરમિયાન એક 10 વર્ષની માસુમ બાળકી પણ સાથે હતી તેનો બચાવ થયો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો એ તો, આ દર્દના અકસ્માતની ઘટના પાલીમાં બની હતી.

18 વર્ષે નરેશ નામનો યુવક પોતાની સંબંધી બહેન સુમન (ઉંમર 14 વર્ષ) અને પોતાની 10 વર્ષની સગી બહેન સાથે બાઈક પર સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા. સામાજિક કાર્યક્રમ પૂરું કર્યા બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી.

તેથી નરેશ અને સુમન ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાયા હતા. આ કારણોસર બંનેને જબરદસ્ત કરંટ લાગ્યો હતો અને બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયા હતા. નરેશ અને સુમન બંને સંબંધમાં કાકી અને મામાના સંતાન થાય છે. મૃત્યુ પામેલો નરેશ ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો અને મૃત્યુ પામેલી સુમન ધોરણ 10માં અભ્યાસ કરતી હતી.

આ ઘટનામાં મૃત્યુ પામેલા નરેશની 10 વર્ષની સગી બહેન બચી ગઈ છે. સમગ્ર ઘટનાને લઈને તેમના સંબંધીઓએ જણાવ્યું કે, નરેશ, સુમન અને નરેશની 10 વર્ષની સગી બહેન સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈને બાઈક પર ઘરે પરત આવી રહ્યા હતા.

આ દરમિયાન નરેશની 10 વર્ષની બહેન બાઈક પર સૂઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં 10 વર્ષની બહેન બચી ગઈ છે. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતા ગામના લોકો અને પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. બંનેના મૃત્યુના કારણે પરિવારમાં શોખનું મોજુ ફરી વળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક પર જઇ રહેલા ભાઈ-બહેનની બાઈક સ્લીપ થતા વીજળીના થાંભલા સાથે અથડાય, કરંટ લાગવાના કારણે ભાઈ-બહેનનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*