વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, આ તારીખથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ મજબૂત બનશે…

Published on: 5:49 pm, Sat, 2 July 22

ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે પૂર જઈ પરિસ્થિતિ પણ સર્જાય છે. રાજ્યમાં વરસાદની ઘટ હતી તે હવે જુલાઈ મહિનામાં પૂર્ણ થાય તેવા એંધાણો દેખાઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આણંદ અને બોરસદમાં આભ ફાટ્યું હતું.

અહીં અતિ ભારે વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને માનવજીવન પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 10 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે ભારે વરસાદને લઈને આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં 10 જુલાઈ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય બનશે અને અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 15 જુલાઈ સુધીમાં નદી-નાળાઓ વરસાદના પાણીથી છલકાઈ જશે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ આગામી ત્રણ કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અડધા ઇંચ થી એક વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદને લઈને આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ વાસીઓની હજુ પણ વરસાદની રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ રાજ્યમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં સારો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.

રવિવારના રોજ અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, જામનગર, વલસાડ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે. સોમવારના રોજ દ્વારકા, કચ્છ, પોરબંદર, વલસાડ અને નવસારીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, આ તારીખથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ મજબૂત બનશે…"

Leave a comment

Your email address will not be published.


*