સૌથી મોટા સમાચાર , રામ મંદિર શિલાન્યાસ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે ગુજરાતના આ 5 સંતો

અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં ગુજરાતમાંથી અખિલ ભારતીય સંત સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સતકેવલ સંપ્રદાયના ગાદીપતિ અવિચલ દાસ મહારાજ , હિન્દુ આચાર્ય સભા ના વડા સ્વામી પરમાનંદજી રાજકોટ , છારોડી ગુરુકુળ ના સંસ્થાપક માધવપ્રિયદાસજી, જામનગરના પ્રણામી સંપ્રદાયના આચાર્ય કૃષ્ણ મની અને સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી ને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વિશેષ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

1.અવિચલ દાસ મહારાજ

2.પરમાનંદજી રાજકોટ

3.માધવપ્રિયદાસજી

4.આચાર્ય કૃષ્ણ મની

5.મહંત સ્વામી મહારાજ

જોકેસમગ્ર ગુજરાતમાંથી માત્ર પાંચ જ હિન્દુ અગ્રણી સંતોને વિશેષ નિમંત્રણ આપવામાં આવતા સંતો ૪થી ઓગસ્ટના રોજ વિમાનમાર્ગે લખનઉ પહોંચશે .અખિલ ભારતીય સંત સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દાસ મહારાજ ઉપરાંત મહામંત્રી પણ ઉપસ્થિત રહેશે.

જોકે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા એક અગ્રણીએ જણાવ્યું કે ભૂમિ પૂજનના સમયે દરેક લોકોએ પોતાના આંગણમાં દીપ પ્રગટાવીને ભગવાન શ્રીરામને પ્રાર્થના કરવાની છે.

પાંચમી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દેશના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભગવાન રામના જન્મ સ્થળે રામજન્મભૂમિનું ભૂમિપુજન કરવામાં આવનાર હોય તેમાં માત્ર દેશભરના અગ્રણી ગણાતા 200 લોકોને ખાસ આમંત્રણ આપવામાં આવેલ છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*