સુરતના એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલા જીવલેણ પ્રહારના સૌથી મોટા સમાચાર, હાઇકોર્ટે સરથાણા પોલીસને…

Published on: 11:09 am, Tue, 30 August 22

સુરતના એડવોકેટ મેહુલ બોઘરા સામે સરથાણા પોલીસ મથકમાં ખંડણી અને એડ્રસિટીની ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદમાં એડવોકેટ મેહુલ બોઘરાએ હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટેની પિટિશન દાખલ કરી હતી. આ સમગ્ર ઘટના અંગે હાઇકોર્ટે નોંધ્યું છે કે, ‘એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલી ફરીયાદ ખોટી છે.

આ મામલે 13 સપ્ટેમ્બરે વધુ સુનવાણી હાથ ધરવામાં આવશે’. સુરત શહેરમાં 18 ઓગસ્ટના રોજ સરથાણામાં એડવોકેટ મેહુલ બોઘરા પર TRBનો હપ્તાખોરી નો ફેસબુક લાઈન આ માધ્યમથી વિડીયો બનાવતી વખતે TRBના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા જીવલેણ પ્રહાર કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટના બન્યા બાદ એડવોકેટ મેહુલ બોઘરા નિર્દોષ હોવા છતાં પણ પોલીસે મેહુલ બોઘરાની સામે એટ્રોસિટી એક્ટ અને ખંડણી માંગતો હોવાનો ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ મામલે મોટી ફરિયાદ લેનાર સરથાણાના PI એમ.કે.ગુર્જર સહિત અન્ય 4 પીઆઇની આંતરિક બદલી કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર PI એમ કે ગુર્જરને કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા હતા. વધુમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મોકલવામાં આવ્યા હતા અને સરથાણાના PI તરીકે વી.એલ.પટેલને ફરજ સોંપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ સુરત પોલીસ દ્વારા એક ઝાટકામાં 37 જેટલા TRB જવાનોને પણ હટાવી દેવામાં આવ્યા હતા.

એડવોકેટ મેહુલ બોઘરા સામે સરથાણા પોલીસ મથકમાં એટ્રોસિટી અને ખંડણીનો ગુનાની સામે મેહુલ બોઘરા એ ગુજરાત હાઇકોર્ટમાં સીઆરપીસી 482 મુજબ ફરિયાદ રદ કરવાથી એક પિટિશન દાખલ કરી હતી. પોલીસે આરોપી સામે એફિડેવિટ પણ રજૂ કરી હતી. વધુ સુનવાણી 30 મી ઓગસ્ટના રોજ હાથ ધરાશે એવું વકીલ મંડળના સેક્રેટરી ચેતન્ય પરમહંસે જણાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતના એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલા જીવલેણ પ્રહારના સૌથી મોટા સમાચાર, હાઇકોર્ટે સરથાણા પોલીસને…"

Leave a comment

Your email address will not be published.


*