ગુજરાત રાજ્યમાં ફટાકડા ફોડવાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો વિગતવાર

Published on: 3:33 pm, Sat, 7 November 20

દેશભરમાં કોરોનાવાયરસ ની મહામારી નો કહેર હાલમાં યથાવત જોવા મળી રહ્યા છે.હાલમાં દિવાળીની સીઝન નજીક આવી રહી છે ત્યારે કેટલાક રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. NGT ની નોટિસ બાદ ગુજરાત રાજ્ય સરકાર હરકતમાં જોવા મળી છે ત્યારે હવે ગુજરાતમાં ફટાકડા ફોડવાના મુદ્દે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.

આ સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરે નિયમ બનાવવા આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ ફટાકડા ફોડવા અને વિદેશથી આયાત મુદ્દે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અને જાહેર માં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.દિવાળીના તહેવાર નજીક આવી રહી છે અને કોરોના ના કેસ વધવાની સંભાવનાઓ છે.

ત્યારે અગમચેતીના ભાગરૂપે કેટલાક રાજ્યો દ્વારા ફટાકડા નહીં ફોડવા અંગેના આદેશ આપવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં વિદેશથી ફટાકડા આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ સાથે જ ગેરકાયદેસર આયાત, સંગ્રહ અને વેચાણ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે તો જાહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત બનશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!