રાજકોટ, પડધરી, લોધિકા તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડ માં આજરોજ ખૂલતી બજારે ખેડૂતોને સારા ભાવ મળતા 23 હાજર મણ કપાસની આવક થઇ હતી જેની સામે 1000 થી 1080 સુધી રહ્યો હતો.રાજકોટ માર્કેટના વેપારીઓ વર્તુળોએ જણાવ્યું કે હાલમાં મગફળીની આવકો બંધ કરવામાં આવતા હવે કપાસની આવકો પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે.
સિઝનમાં બીજી વખત કપાસ માં વધુ આવક નોંધાય છે અને અગાઉ એક વખત 27 હજાર મણ કપાસની આવક થઈ ચૂકી છે. આજરોજ ફરી એક વખત 23 હજાર મણ કપાસની આવક થઇ હતી. કપાસની આવકમાં વધારો થવા છતાં પણ ભાવ વધારે ઉંચકાયા હતા.
દિવાળી પૂર્વે ખેડૂતો માલ વેચવા ઉતાવળા બન્યાં હોય દિનપ્રતિદિન કપાસની આવક વધી રહી છે. આ વર્ષે ખૂબ જ ભારે વરસાદના કારણે મગફળી અને કપાસ.
જેવા પાક મા ખૂબ જ ભારે નુકસાન થયું છે. તે કારણે માર્કેટયાર્ડમાં આ બંને પાર્કના ભાવ મળી રહ્યા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!