TIKTOK ને લઈને સૌથી મોટા સમાચાર, ભારત બાદ હવે આ દેશ કરી શકે છે બેન

ભારત અને ચીનના સરહદી વિવાદ ના કારણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચીનની 59 જેટલી એપ બંધ કરવામાં નિર્ણય લીધો હતો . 59 એપ માં વિશ્વમાં સૌથી વધારે ડાઉનલોડ થનારી ટિક ટોક એપ નો પણ સમાવેશ થાય છે. જાણે કે ટિક ટોક ઉપર આ વર્ષ માત્ર ખતરો મંડરાઇ રહ્યો હોય તેવું આંતરરાષ્ટ્રીય રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે.

આંતરરાષ્ટ્રીય રિપોર્ટ અનુસાર માહિતી મળી છે કે ચીન અને ઓસ્ટ્રેલિયાના સંબંધ સારા જોવા મળતા નથી . આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં ના લોકો છેલ્લા સાત દિવસ થી દેશ માં ટિક ટોક બંધ કરવાની માગણી કરી રહ્યાં છે. જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયા દેશ ના ૧૬ લાખથી પણ વધારે યૂઝર્સ ટિક ટોક વાપરી રહ્યા છે. તે દેશ ના ડેટા ચોરી ન થાય તે માટે છેલ્લા કેટલાક દિવસથી ટિક ટોક બંધ ની માગણી થઈ રહી છે.

ઓસ્ટ્રેલિયાના એક સાંસદે ટિક ટોક બંધ કરવાની યોજના શેર કરી છે. તે ને પોતાના ટ્વિટમાં જણાવે છે કે ટિક ટોક ના યુઝર્સના ડેટા ચીની સર્વર માં નાખતા તે દેશ ઉપર મોટી આફત આવી શકે છે. તેથી તે દેશ માટે સોથી સારો ઓપ્શન ટિક ટોક બંધ થઈ જવું જોઈએ.

આ પરથી આપણને સૌને ચોખ્ખું દેખાય છે કે ટિક ટોક ઉપર અત્યારે બહુ મોટું ખરાબ વાતાવરણ ચાલી રહ્યું છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*