ભારત અને ચીન વચ્ચે મે મહિનાથી ચાલી રહેલા વિવાદ માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. 15 જૂને જે જગ્યાએ ભારતીય અને ચીની સૈનિકો આમનેસામને આવ્યા હતા અને જે લોહિયાળ જંગ બનાવ્યો હતો તે જગ્યાએથી ચીની સૈનિકો એક કિલોમીટર પાછળ હટા છે.
ગલવાન ઘાટી પાસે જે જગ્યાએ લોહિયાળ જંગ બન્યો હતો . તે જગ્યાએથી બંને સેનાના સૈનિકો પાછળ ભાગ્યા છે . હીસંક વાળા સ્થળે એ બફર ઝોન બનાવવા માં આવ્યો છે જેથી આગામી સમયમાં આવી કોઇ ઘટના ન બને.
ભારતીય સેનાએ 6 જૂન, 22 જૂન અને 23 જૂને એપ્રિલ માં બનેલી ઘટના માટે ચીન સાથે વાતચીત કરી હતી. ચીન તો ના સમજુ બનીને ભારતીય બોર્ડર ઉપર સૈનિકો વધારીને પીછેહઠ કરવા ઇચ્છતું જ ન હતું ત્યારે ભારતીય સેનાએ ચીનને જડબાતોડ જવાબ આપવા માટે સરહદ ઉપર પૂર્ણ તૈયારી કરી લીધેલ છે
ચીન વચ્ચે તણાવ જોઈને આપણા રક્ષા મંત્રી રાજનાથસિંહે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે ચીન સામે લડત લડવા માટે ભારતીય સૈનિકો પૂરી રીતે તૈયાર છે. વધારે માહિતી આપતા કહ્યું હતું કે આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત લીધી હતી.