કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં ડુંગળીના ભાવને લઇને આવ્યા મોટા સમાચાર.

235

મોદી સરકાર દ્વારા ડુંગળીના ભાવ નીચા લાવવા માટે મુકેલા નિયંત્રણોને પગલે આસમાને પહોંચેલા ડુંગળીના ભાવ ઝડપથી ગગડવા માંડ્યા છે એટલે કે પારો ઝડપથી નીચે આવી રહ્યો છે. ડુંગળીની બજારોમાં બમણી આવક થવાને કારણે આ પણ ભાવ નીચે જવા મળ્યા છે. મહારાષ્ટ્રના લાસલગાવમાં પ્રતિ ક્વિન્ટલ 1200 રૂપિયાનો જ્યારે પીપળગાવમાં ક્વિન્ટલ 900 રૂપિયાનો ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

ડુંગળીની સંગ્રહખોરી રોકવા માટે કેન્દ્ર સરકારે સ્ટોક લિમિટ લાદી છે, નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત ઇજિપ્તની ઇરાનથી પણ ડુંગળીની આયાત થવા માંડી છે અને પરિણામે ભાવ ઘટવા મળ્યા છે.રાજ્યોમાંથી પણ હજારો ટન ડુંગળીઓ મહારાષ્ટ્રમાં આવવા લાગી છે.

અને પરિણામે ભાવ તૂટવા લાગ્યા છે. જથ્થાબંધ બજારોમાં નીચે આવેલા ભાવની સીધી અસર રિટેલ વેપાર પર પડશે અને રિટેલર આ લાભ સામાન્ય ગ્રાહક સુધી પહોંચાડશે તો લોકોને રાહત મળશે.

આ વર્ષે વરસાદના કારણે કપાસ અને મગફળી જેવા પાક માં ખેડૂતોને ભારે નુકસાન થવું પડયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!