નીતિન પટેલના આ નિવેદનથી રાજ્યમાં નાયબ મુખ્યમંત્રીના સળગ્યા પૂતળા, મશાલ સરઘસ પણ નીકળ્યુ

333

પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન મોરબીમાં એક જાહેર સભા વગર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાતિવાચક શબ્દોનો પ્રયોગ કરતા દલિતો રોષે ભરાયા હતા. અમદાવાદ શહેરમાં મંગળવારની મોડી રાતે દલિત સંસ્થાના કાર્યકરોએ નાયબ મુખ્યમંત્રી નું પૂતળુ સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહત્વની વાત એ છે કે,દલિતોના આક્રોશને પગલે આખરે નાયબ મુખ્યમંત્રી એક ટ્વીટ કરીને માફી માગવી પડી હતી.જેથી આખો મામલો શાંત પડ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી ના જાતિ વાચક શબ્દ નો પ્રયોગ કરતા સમગ્ર સોશિયલ મીડિયામાં નાયબ મુખ્યમંત્રી નો ભારે વિરોધ થયો હતો.નીતિન પટેલના કાર્યક્રમનો પણ વિરોધ કરવાની તૈયારી કરી હતી અને આ ઘટનાના પગલે અમદાવાદ પશ્ચિમમાં નીતિન પટેલના નિવાસસ્થાને પોલીસ પેટ્રોલિંગ સધન બનાવ્યું હતું.

દલિત પ્રભાવિત વિસ્તારોમાં પોલીસને એલર્ટ કરી રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. મંગળવાર ની રાતે અમદાવાદ શહેરમાં મેઘાણીનગર અને કૃષ્ણનગરમાં.

દલિત સંસ્થાના કાર્યકરોએ મશાલ સરઘસ કાઢી વિરોધ નોંધાવ્યો હતો અને આ ઉપરાંત નીતિન પટેલ ના પૂતળા સળગાવી રોષ ઠાલવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!