ચોમાસાની વિદાયને લઈને આવ્યા મોટા સમાચાર, ખેડૂતો થયા નિરાશ

582

ચોમાસાની વિદાયને લઈને હવામાન વિભાગે એવા સંકેત આપ્યા છે કે આ આ વખતે નું ચોમાસું હજી વ્રત છે અને તેની વિદાય માં પણ વિલંબ થવાની પુરેપુરી શક્યતાઓ સેવાઇ રહી છે. ભારતમાં હજી પણ સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયા સુધી વરસાદી માહોલ રહે તેવો હવામાન વિભાગ તરફથી ઈશારા મળી રહ્યા છે.15 ઓક્ટોબર બાદ રાજસ્થાનના પશ્ચિમ બાજુ થી ચોમાસુ વિદાય લે તેવી શક્યતાઓ છે.

સામાન્ય રીતે ચોમાસુ દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના બીજા અથવા બીજા અઠવાડિયાની શરૂઆતમાં વિદાય લેતું હોય છે.હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહા પાત્ર એવી માહિતી આપી હતી કે,13 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણનું કેન્દ્ર સર્જાય તેવા પરિબળો આકાર લઇ રહ્યા છે. બદલાયેલા કુદરતી પરિબળો ની અસરો પશ્ચિમ દિશામાં પવનો તેની સાથે ભરપૂર ભેજ પણ લાવશે.

પરિણામે 13 સપ્ટેમ્બર અને ત્યારબાદ ભારતના પૂર્વ દિશામાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે.ઓડિશા,આંધ્રપ્રદેશ ,છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ તેની ભારે અસર વર્તાય તેવી સંભાવનાઓ છે.

હવામાન શાસ્ત્રી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે ભારતમાં સપ્ટેમ્બરમાં પણ વરસાદી માહોલ રહેશે તો ખેતીના પાકને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે.આમ પણ ઓગસ્ટમાં આખા દેશમાં ભરપૂર અને ભારે વરસાદ થયો હોવાથી અનેક રાજ્યોમાં શાકભાજી અને ફળો અને ભારે નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!