ફરી એક વખત કોરોના ની રસી ને લઈને આવ્યા સારા સમાચાર, બ્રિટન થી આવ્યા મહત્વપૂર્ણ સમાચાર

168

બ્રિટનમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે કોરોના ની રસી બનાવી રહેલા એસ્ત્રજેનેકાએ રસી ના અંતિમ તબક્કાની ટ્રાયલ ફરી શરૂ કરી દીધી છે.એસ્ત્રજેનેકાએ કેવું છે કે મેડિસિન્સ હેલ્થ રેગ્યુલેટરી એજન્સીએ સમગ્ર કેસની તપાસ કરી કે સુરક્ષિત હોવાનું જણાતા ક્લિનિકલ ટ્રાયલ ની ફરી મંજૂરી આપી દીધી છે. પ્રથમ અને બીજા તબક્કામાં સફળતા મળ્યા પછી તેની ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી હતી.

એક સ્વયંસેવક ની તબિયત બગડતાં તેને અટકાવવામાં આવ્યું હતું.ટ્રાયલ સફળ થશે તો આગામી વર્ષના પ્રારંભે રસી બજારમાં આવે તેવું મનાઇ રહ્યું છે. ઓક્સફોર્ડ ટ્રાયલ અટકાવતા ભારતમાં પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ તેની ટ્રાયલ શરૂ કરાઇ હતી તે અટકાવી દેવાઈ હતી. હવે બ્રિટનમાં જો ફરી ટ્રાયલ શરૂ થશે તો ભારતમાં પણ તેની શરૂઆત થશે.

સોમવાર સુધીમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ આ રસીની પાયલ શરૂ કરી દે તેવું માનવામાં આવી રહ્યું છે.એસ્ત્રજેનેકાએ વેક્સિન એઝેદડી 1222 ની ત્રીજા તબક્કાની ટ્રાયલમાં અમેરિકા, બ્રિટન,બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના લગભગ 30,000 સ્વયંસેવકો જોડાયા છે.

ભારતમાં પણ હજારો લોકોએ પોતાના પર ટ્રાયલ કરવાની તૈયારી બતાવી છે. ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ આ ટ્રાયલ કરી રહ્યું છે. કોરોના રોગના ભયને જોઈને રસીના પરીક્ષણ માટે ઘણા બધા લોકો આગળ આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!