માલધારી યુવક કિશન ભરવાડના કેસને લઈને આવ્યા મોટા સમાચાર, ઘટનાના મુખ્ય આરોપીને આવી ગયો રેલો…શું આ નરાધમને ફાંસીની સજા મળશે કે નહીં?

Published on: 6:46 pm, Fri, 23 September 22

મિત્રો તમે બધા કિશન ભરવાડને તો ઓળખતા જ હશો! આજથી ઘણા સમય પહેલા કિશન ભરવાડ સોશિયલ મીડિયામાં એક વિવાદિત પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટને લઈને સમગ્ર ગુજરાતમાં વિવાદો ચાલ્યા હતા. આ પોસ્ટને લઈને કિશન ભરવાડ માફી પણ માંગી હતી. છતાં પણ કેટલાક લોકોને તેમની માફીથી સંતોષ ન હતો અને થોડા દિવસે જાહેરમાં કિશન ભરવાડ પર ગોળી ચલાવીને તેમનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.

આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી હતી. કિશન ભરવાડના મૃત્યુના કારણે સમગ્ર ગુજરાતની જનતા હચમચી ગઈ હતી. કિશન ભરવાડનો કેસ આ વર્ષની શરૂઆતમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો હતો. તમને જણાવી દઈએ કે 25 જાન્યુઆરી 2022ના રોજ ધંધુકામાં બે યુવકો દ્વારા જાહેરમાં કિશન ભરવાડનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના બની આ બાદ પોલીસે ઘટનાના આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ક્યારે હાલમાં કિશન ભરવાડના કેસને લઈને એક નવો વળાંક આવ્યો છે. ઘટનાના આરોપી મોલાના કમર ગની ઉસ્માનીએ હાઇકોર્ટમાં જામીનની અરજી કરી હતી. પણ આ કેસને લઈને હાઈકોર્ટે આરોપીની જામીનની ફગાવી દીધી છે.

આ કેસની સુનવાણી કરતા રાજ્ય સરકારની રજૂઆત હતી કે આરોપી જીવ લેવા જેવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે. પ્રથમદશીય રીતે આરોપી સામે પૂરતા પુરાવા છે. તપાસમાં મુદત વધારવાના મુદ્દે પણ આરોપીને સમયસર જાણ કરવામાં આવેલી છે. હાઇકોર્ટે ગુનાની ગંભીરતાને જોઈને આરોપીની જામીનની અરજી ફગાવી દીધી છે.

તો આ અરજદારના વકીલે કહ્યું કે, પોલીસે નિર્ધારીત નવો દિવસમાં તપાસ પૂર્ણ નહોતી કરી. પોલીસે અરજદારને જાણ કર્યા વગર તપાસમાં વધુ મુદતની માંગ કરી શકે નહીં. આરોપીની જામીનના મંજૂર થતા જ હવે માલધારી સમાજમાં પણ હરખની હેલી જોવા મળી રહે છે. આ કેસની અત્યાર સુધીની વાત કરીએ તો આ કેસમાં પાંચથી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે 30 જાન્યુઆરીના રોજ મોલાના કમર ગની ઉસ્માનીની ધરપકડ દિલ્હીમાંથી કરવામાં આવી હતી. મોલાના કમર ગની ઉસ્માનીની ડિફોલ્ટ જામીન અરજી નીચલી અદાલતે ફગાલી દીધી હતી. જેની સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ હાઇકોર્ટે તે અરજી પણ ફગાવી દીધી છે. ત્યારે આગળના સમયમાં જોવાનું રહ્યું કે આરોપીને ફાંસીની સજા થશે કે નહીં?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો