સંગીતના કોયલ ગણાતા ગીતાબેન રબારીની ન સાંભળેલી વાતો, ચાલો જાણીએ ગીતાબેન કયા ગામના છે અને કેટલું ભણેલા છે…

Published on: 6:57 pm, Fri, 23 September 22

આપણા ગુજરાતમાં ઘણા એવા લોક પ્રસિદ્ધ લોક ગાયક કલાકારો બની ચૂક્યા છે, ત્યારે આજે આપણે કચ્છી કોયલ તરીકે જાણીતા થયેલા એવા ગીતાબેન રબારી કે જેમના અવાજ અને સુરતી ખૂબ જ જાણીતા બની ગયા છે. એટલું જ નહીં પરંતુ દરેક ગાયક કલાકાર મિત્રોને લાખોની સંખ્યામાં ચાહક મિત્રો હોય છે ત્યારે ગીતાબેન રબારી ના ચાહક મિત્રો પણ ઓછા નથી.

જ્યારે પણ કલાકારો સ્ટેજ પર કાર્યક્રમ ની રમઝટ બોલાવે છે ત્યારે ડાયરાની મોજ માણવા આવેલા સૌ કોઈ લોકો આનંદથી ઝઝૂમી ઊઠે છે. ગુજરાતની કચ્છી કોયલ તરીકે જાણીતા બનેલા ગીતાબેન રબારી જેમના વિશે આજે વાત કરીશું તેઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેમની નામના મેળવી ચૂક્યા છે, ત્યારે ગીતાબેન રબારી તેમના કોકીલ કેરા આવાજથી ખૂબ જાણીતા બન્યા અને તેમના ચાહક મિત્રો પણ રહેલા છે.

ગીતાબેન રબારીની પારિવારિક વાત કરીશું તો ગીતાબેન રબારી ગુજરાતમાં આવેલા કચ્છ જિલ્લાના રહેવાસી છે અને હાલમાં તો તેઓ અમદાવાદમાં રહીને પોતાના જીવન જીવી રહ્યા છે તેમને દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ તેમણે મહિનાથી દેશભરમાં ડાયરો સંતવાણી અને લોકગીત ના ક્ષેત્રે આગળ વધી આજે દેશ-વિદેશમાં જાણીતા બન્યા.

કહેવાય છે કે ગીતાબેન રબારી ના જીવનમાં પણ ઘણા સંઘર્ષો આવ્યા હતા. છતાં તેમણે તેમનો સામનો કરીને હાલ પોતાના શિખર પાર કર્યા છે. આ ગીતાબેન રબારી એ તેમના લગ્ન પૃથ્વી કુમાર રબારી સાથે કર્યા હતા.જો ગીતાબેન રબારી વિશે વાત કરું તો જ્યારે તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાને લખવાની બીમારી હતી અને એ સમયે પણ ગીતાબેન રબારી ની માતા ગાયો ભેંસો વેચીને પોતાના ગામડે જઈને રહેવા લાગ્યા હતા.

અને તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી એટલું જ નહીં પરંતુ તેમના માતા આજુબાજુના ઘરોમાં જઈને કચરા પોતાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આજે તેમની દીકરી એટલે કચ્છી કોયલ તરીકે જાણીતી બનેલી ગીતાબેન રબારી કે દેશ વિદેશમાં પોતાની નામના મેળવી ચૂક્યા છે.

ગુજરાતના ઘણા એવા લોકગાયક કલાકારો કે જેઓ દેશ વિદેશમાં પોતાનું નામ બનાવી ચૂક્યા છે. એમાંના જ એક ગીતાબેન રબારી કે જેમનો સુર લોકપ્રિય બન્યો છે અને આજે તેઓ દેશ-વિદેશમાં પોતાનો કાર્યક્રમ અને ડાયરા નું આયોજન કરતા નજરે પડે છે. આ ગીતાબેન રબારીએ પોતાના જીવનમાં ઘણા સંઘર્ષો કર્યા અને આજે સમગ્ર દેશમાં પોતાનું નામ બનાવી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો