કોરોના ની કહેર વચ્ચે સાંસદોના પગાર ને લઈને લેવાયો મોટો નિર્ણય,એક વર્ષ સુધી થશે આ કાર્ય

Published on: 9:32 am, Wed, 16 September 20

લોકસભા એ સાંસદોના પગારને એક વર્ષ માટે 30 ટકા કપાતની જોગવાઈ ધરાવતા બિલ ને મંગળવારે મંજૂરી આપી છે. આ રકમનો ઉપયોગ કોરોનાની મહામારી સામે લડવા માટે થશે. નીચલા ગૃહમાં સંક્ષિપ્ત ચર્ચા પછી સંસદ સભ્ય વેતન,ભથ્થા અને પેન્શન સંશોધન બિલ 2020 ને મંજૂરી અપાઇ હતી. આ બિલ તેના સાથે સંબંધિત સંસદ સભ્ય વેતન, ભથ્થા અને પેન્શન અધિનિયમ 1954 માં સંશોધન કરાયું હતું.

કોરોના મહામારી વચ્ચે આ અધ્યાદેશ ને 6 એપ્રિલ મંત્રીમંડળની મંજૂરી મળી હતી અને તે 7 એપિલે લાગુ થયું હતું. આ મુદ્દાની ચર્ચા માં મોટા ભાગના સાંસદોએ વિરોધ ઉઠાવ્યો ન હતો.

સંસદીય મામલાના મંત્રી પ્રહલાદ જોશીએ રાજ્યસભામાં થયેલી ચર્ચા માં જવાબ આપતા કહ્યું કે, પરોપકાર ની શરૂઆત ઘરથી થાય છે. એટલે આ સાંસદો યોગદાન આપી રહ્યા છે અને આ રકમ કેટલી છે એ નહીં પરંતુ ભાવનાઓનો સવાલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!