ગુજરાતીઓ માટે સારા સમાચાર: નર્મદા ડેમ પહોચ્યો પહેલીવાર ઐતિહાસિક સપાટીએ!

238

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઈ ગયો છે. આ સિઝનમાં પ્રથમવાર ડેમ સંપૂર્ણ ભરાયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 137.99 મીટર પહોંચી છે. પાણીની ધીમી ધીમી આવક ચાલુ થઈ છે. માત્ર એક સેમી વધતા ગણતરીની કલાકમાં મહત્તમ 138 મીટર પર પહોંચશે. આ પરથી ચોક્કસ કહી શકાય કે આવનારા બે વર્ષોમાં નર્મદા બંધમાંથી પાણી જથ્થો ખૂટે નહીં એટલો સંગ્રહ છે.

મધ્યપ્રદેશના ઈંદોર માં ભારે વરસાદ પડે એટલે નર્મદા ડેમ આખો ભરાઈ જશે.પરંતુ સરદાર સરોવર છલોછલ ભરાઇ જતાં નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડબાય નર્મદા ડેમ પર ગોઠવાઈ ગયા છે. આ સિઝનમાં પ્રથમવાર નર્મદા મહત્તમ સપાટી પર પહોંચ્યો છે.

ઉપરવાસમાંથીઆવનારી પાણીની આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે.સંપૂર્ણ છલોછલ ડેમ થયા બાદ પાણીની આવક ચાલુ રહેશે તો ડેમના દરવાજા ખોલવામાં આવશે.

નર્મદા વિસ્તારોની આખા વર્ષની પીવાના પાણી અને ખેતીના પાણીની ચિંતા દૂર થઇ ગઇ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!