ગોધરાથી ઝડપાયો પાકિસ્તાન માટે જાસૂસી કરનાર એક શખ્સ, પૂછપરછમાં અનેક ચોંકાવનારા થયા ખુલાસા

Published on: 8:49 pm, Tue, 15 September 20

તમારી8 ઈન્વેસ્ટિગેશન એજન્સી એ ગોધરા માંથી એક પાકિસ્તાન માટે જાસૂસી કરનાર શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલો આ શખ્સ પાકિસ્તાનને બધી માહિતી પૂરી પાડતો હતો. આ શંખનું નામ ઇમરાન ગીતેલીની છે. આ શખ્સના સંબંધીઓ પાકિસ્તાનમાં રહે છે. આ આરોપી વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં જોડાયેલો હતો. 37 વર્ષીય આ વ્યક્તિ ગોધરામાં રીક્ષા ચલાવતો હતો અને તે પાકિસ્તાનમાં કાપડ પણ મોકલાવતો હતો.

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI માટે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. એક ન્યૂઝ એજન્સીને હાલમાં જાસૂસી ને લઈને ઊડી તપાસ કરી રહી છે.પાકિસ્તાન દ્વારા ભારતીય સેના,હથિયારો અને કેટલાક શહેરો ની જાણકારી મેળવવામાં આવી રહી છે, જે માટે પાકિસ્તાનને ભારતમાં તેના જાસૂસો નું નેટવર્ક ગોઠવ્યું છે.

NIA તપાસમાં પાકિસ્તાનથી ફંડિંગ થયું હોવાનું પણ સામે આવ્યું છે, જાસૂસોને બહારના દેશોમાંથી ફંડ મળતું હતું અને તેનો ઉપયોગ કરીને જાસૂસો દેશની મહત્વની જાણકારી પાકિસ્તાન મોકલી રહ્યા હતા.

હાલમાં ગોધરાથી પકડાયેલા જાસૂસની સાથે સંકળાયેલા અન્ય લોકોની તપાસ થઈ રહી છે અને તેને મહત્વના કયા પુરાવા પાકિસ્તાનને આપ્યા છે તે પણ ટૂંક સમયમાં સામે આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગોધરાથી ઝડપાયો પાકિસ્તાન માટે જાસૂસી કરનાર એક શખ્સ, પૂછપરછમાં અનેક ચોંકાવનારા થયા ખુલાસા"

Leave a comment

Your email address will not be published.


*