પોલીસે જપ્ત કરેલા વાહનો ની કિંમત કરતા દંડની રકમ વધુ! વાહનો છોડાવવા કોઈ આવતું જ નથી

Published on: 6:01 pm, Tue, 15 September 20

ગુજરાત સહિત દેશભરમાં ટ્રાફિક કાયદા ભંગ ના ઘરખમ દંડ છે.અનેક કિસ્સાઓમાં વાહન ની કિંમત કરતાં વધુ દંડ થઈ જતો હોવાથી માલિકો વાહનો છોડાવવા આવતા જ નથી. રાજકોટ-અમદાવાદ સહિતના શહેરોમાં આવા સંખ્યાબંધ વાહનો પોલીસ સ્ટેશનમાં દૂર થાય છે.અમદાવાદમાં લગભગ 150 થી પણ વધારે વાહનો ધૂળ ખાય છે.

કુત પોલીસ સુત્રો સ્વીકારે છે કે ભંગાર જેવા વાહનો માલિક લઇ જાય તો 20-25 હજારનો ખર્ચ કરવો પડશે. વાસ્તવમાં વેચવા જાય તો દંડ જેટલી કિંમત પણ નહીં મળે.અમદાવાદના ટ્રાફિક પોલિસના ડેપ્યુટી કમિશનર તેજસ પટેલે કહ્યું કે ટ્રાફિક કાયદાના ભંગ બદલ જપ્ત કરાયેલા અથવા આરટીઓ ટેક્સ બાકી હોવાના.

કારણેખેંચાયેલા વાહનોના અનેક માલિકો વાહન છોડાવવા આવતા જ નથી.મોટાભાગે મોટરસાયકલ કે ટુ વ્હીલર જ હોય છે. અમુક રીક્ષા અને એકાદ બે કાર છે. છ વર્ષથી માલિકો વાહન છોડાવવા આવતા નથી કારણ કે દંડની પેનલ્ટીની રકમ 10000 થી 30000 સુધીની છે.

વાહન વેચવા જાય તો પણ એટલા નાણા ન મળે એટલે વાહન છોડાવતા આવતા ન હોવાનું મનાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પોલીસે જપ્ત કરેલા વાહનો ની કિંમત કરતા દંડની રકમ વધુ! વાહનો છોડાવવા કોઈ આવતું જ નથી"

Leave a comment

Your email address will not be published.


*